આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ છત નીચે મળશે
નાગરિકો પોતાના નજીકના વિસ્તારમાં જઈને સરળતાથી અરજી કરી શકે તે માટે વિધાનસભા વાઇઝ સમયપત્રક અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ (ગુરુવાર)ના રોજ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા મેઇન રોડ), તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ (મોરબી રોડ), તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ (સોમવાર)ના રોજ રણુજા મંદિર (કોઠારીયા ગામ) તેમજ તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૬ (ગુરુવાર)ના રોજ કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (યુનિવર્સિટી રોડ) ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ કેમ્પ યોજાશે.
- Advertisement -
આ કેમ્પમાં મહાનગરપાલિકા, મહેસૂલ, પુરવઠા, આરોગ્ય અને સમાજ કલ્યાણ વિભાગની ૫૦થી વધુ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. જેમાં ૧૮ વર્ષથી વધુ વયજૂથના નાગરિકો તેમજ બાળકો માટે નવી ઓળખ નોંધણી, મોબાઈલ નંબર સુધારા-વધારા અને બેંક ખાતા સાથે લિંકિંગ કામગીરી કરવામાં આવશે. રેશનકાર્ડમાં નવા સભ્યોના નામ દાખલ કરવા, કમી કરવા, વિગતો સુધારવી તથા ઈ-કેવાયસીની કામગીરી સ્થળ પર જ કરાશે. આ ઉપરાંત મામલતદાર કચેરી સંલગ્ન આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, જન્મ-મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો પણ કાઢી આપવામાં આવશે. મનપા લક્ષી સેવાઓમાં મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, પાણી-ગટર જોડાણ અરજી, વ્યક્તિગત શૌચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), ડૉ. આંબેડકર આવાસ યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, ઘરેલું નવા વીજ જોડાણની અરજી અને PM SVANidhi યોજનાનો સમાવેશ થાય છે. આરોગ્ય અને સામાજિક સુરક્ષા હેઠળ આયુષ્માન કાર્ડ, નમો યોજના, સ્થળ પર ડાયાબિટીસ-બીપી ચકાસણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર (UDID), સંકટમોચન સહાય, વૃદ્ધ પેન્શન, વિધવા આર્થિક સહાય, કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓ માટે ફ્રી-શિપ કાર્ડ, બસ કન્સેશન પાસ તેમજ સુકન્યા સમૃદ્ધિ, જનધન અને સુરક્ષા વીમા યોજનાઓ જેવી બાબતો આવરી લેવાશે. કેમ્પ દરમિયાન અરજદારોને કોઈ અગવડ ન પડે તે માટે મનપા દ્વારા સ્થળ પર નિઃશુલ્ક ઝેરોક્ષ, પીવાનું શુદ્ધ પાણી, માર્ગદર્શન હેલ્પડેસ્ક, કોર્પોરેટરના દાખલાની વ્યવસ્થા તેમજ પ્રાથમિક આરોગ્ય તપાસ માટે સંપૂર્ણ મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે.
રાજકોટ મનપાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે પ્રશાસન પોતે નાગરિકોના ઘરઆંગણે પહોંચી રહ્યું છે ત્યારે તમામ શહેરીજનોએ જરૂરી આધાર-પુરાવા સાથે ઉપસ્થિત રહી પોતાના પડતર સરકારી કામો અને વિવિધ યોજનાકીય લાભો સ્થળ પર જ મેળવી લેવા જોઈએ.
બોક્સ
- Advertisement -
ક્યાં અને ક્યારે યોજાશે સેવા સેતુ કેમ્પ?
- ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ (ગુરુવાર): શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા મેઇન રોડ.
- ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ (શુક્રવાર): સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, મોરબી રોડ.
- ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ (સોમવાર): રણુજા મંદિર, કોઠારીયા ગામ.
- ૦૧ ઓક્ટોબર, ૨૦૨૬ (ગુરુવાર): કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિવર્સિટી રોડ.




