કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
તહેવારોની સુપર્બ સીઝન શરૂ થાય એટલે ટીવી અને અન્ય મીડિયામાં “સેલ” ની વણઝાર શરૂ થઈ જાય. બધા ધંધાદારીઓ ભારતના વિશાળ કસ્ટમર વર્ગને દોહવા રીતસર તૂટી પડે.. જાણે પોતે ખોટ ખાઈને વેપાર કરવાના હોય એમ મોટા મોટા ડિસ્કાઉન્ટ જાહેર કરીને ભારતીય ગ્રાહકને પકડવા જાળ ફેંકે.. ચોકલેટ ઉત્પાદકો પણ આપણા તહેવાર જાણે ચોકલેટ વિના અધૂરા હોય એવું બહુ સૂક્ષ્મ રીતે માર્કેટિંગ કરે..
- Advertisement -
ઘણા અંદરથી મૂરખ પણ પોતાને વિદ્વાન માનતા લોકોએ હમેશા એક રટણ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે કે તહેવારો બજારોને ગરમ કરવા માટે હોય છે.. આ લોકોએ જાણ્યે અજાણ્યે તહેવારોને અમેરિકનોની જેમ બજારને ગરમ રાખવાના સાધન માત્ર બનાવી દીધા છે. તહેવારોના ખરા તત્વને લગભગ નિર્મૂળ કરીને તહેવારોને વ્યાપાર લક્ષી બનાવવાનું કામ ભોળપણ થી કે નિર્દોષતાથી નહિ પણ એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. પણ જ્યારે આખા ભારતીય સમાજને અમેરિકનાઇઝ કરવામાં આવ્યો હોય ત્યારે તહેવારોનો શિકાર થાય નહિ એમ થોડું બને??
અમેરિકનો અને યુરોપિયનો તમામ ચીજનું વ્યાપારીકરણ કરવામાં ઉસ્તાદ ગણાય છે. . બાળકો સાચવવાના પવિત્ર કામને પણ આ લોકોએ વેપાર બનાવી કાઢ્યો છે.. તો પાણી થી લઈને સ્ત્રીઓના શરીર સુધી તમામ ચીજને કોમોડિટી બનાવવાનું કામ આ નીચ લોકોએ કરેલું છે. થાઇલેન્ડમાં “વિકાસ” પામેલો દેહ વ્યાપાર ઉદ્યોગ ખરેખર તો યુરોપિયનો ની દેન છે..
ડચ ઇસ્ટ ઇન્ડીયા કંપની અને ઈંગ્લીશ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ થાઇલેન્ડ જેવા દેશોમાં એકદમ સ્વતંત્ર રીતે જીવતી સ્ત્રીઓને “ડીક્ષનરી” તરીકે નોકરીએ રાખીને એમને ધીમે ધીમે પ્રોસ્ટીટયુશન તરફ ધકેલી દીધી.. આજે થાઇલેન્ડ આ “ઉદ્યોગ” માટે પ્રખ્યાત (કુખ્યાત ??) છે.. ભારતના મોટાભાગના રેડ લાઈટ એરિયા (જ્યા દેહ વ્યાપાર થતો હોય) પણ અંગ્રેજોએ સ્થાપેલા છે. સોનાગાછી અને જીબી રોડ જેવા બદનામ વિસ્તારો અંગ્રેજોની ભેટ છે.
- Advertisement -
દરેક ચીજ, દરેક સેવા અને દરેક કાર્યને વેપારમાં તબદીલ કરી દેવાની ખંજવાળ યુરોપિયનો અને અમેરિકનોમાં અતિ ઊંચી માત્રામાં હોય છે. એમણે ધર્મ અને રાજકારણને પણ વ્યાપાર બનાવ્યા છે. યોગ જેવા મહાન શાસ્ત્રનું વ્યાપારીકરણ અંગ્રેજોએ જ કરેલું અને છેવટે અમેરિકનોએ તો યોગને રીતસર ઉદ્યોગ બનાવી કાઢ્યો.. અમેરિકામાં આજે તમને પાકિસ્તાની કે બાંગ્લાદેશી જેવા તુચ્છ લોકો પણ યોગ શીખવતા જોવા મળે.. હવે જેને યોગ શબ્દ શું છે , યોગની મહાનતા અને એની ઊંચાઈ શું છે એનો રતીભાર ખયાલ હોય નહિ એવા લોકો યોગને બાપીકી જાગીર હોય એમ ધંધો બનાવીને બેસી ગયા છે.આવું ધર્મનું પણ ખરું. ધર્મને નામે અનેક અનેક સંપ્રદાયો સ્થાપીને એની આડમાં કારોબાર કરવાની સ્કીમ પણ અમેરિકન અને યુરોપિયન લોકોના દિમાગની ઉપજ છે..
યુરોપિયન અને અમેરિકન સૂકા દિમાગની પ્રજાઓ રહી છે. સુર્ય પ્રકાશને અભાવે અને યોગ્ય ખોરાકને અભાવે આ લોકોમાં અનેક હોર્મોન અને મિનરલ ની જનીનિક ખામીઓ આવી છે. સેક્સ્યુઅલ અને માનસિક રોગો એમનામાં અત્યંત સામાન્ય છે. આ પ્રજાઓ તહેવારોને અને ધર્મને સમજી શકે એટલી આવડત હજુ એમનામાં નથી વિકસી. એટલે આ લોકો તહેવારો અને ધર્મને પણ વ્યાપાર માને છે.. જોકે છેલ્લા બસ્સો વર્ષથી પોષક આહાર અને સૂર્યપ્રકાશ નું મહત્વ સમજીને આ લોકોમાં ભારતીય તત્વજ્ઞાન અને ભારતીય સમાજને સમજવાની શક્તિ વિકસિત થઈ છે ખરી. બાકી આ મૂર્ખ લોકો અશ્વમેઘ યજ્ઞ ને ઘોડો કાપવાનો યજ્ઞ કહેતા એટલી હદે મૂર્ખ રહ્યા છે. આજે પણ અમેરિકનો યોગને શરીરિક કસરત માને છે. જ્યારે યોગ કેવળ કસરત નથી, તે એક ઉચ્ચતમ જ્ઞાન છે, ઈશ્વર નામનાં પરમ તત્વને પામવાનો માણસે શોધેલ મહાન તમ પ્રયાસ છે. પણ અમેરિકનોનું જાડી બુદ્ધિ વાળું વેપારી દિમાગ હજી સુધી તો આ સમજી શક્યું નથી..
ઇસ્ટ ઇન્ડીયા કંપની આ તમામ દુષણનું કારણ ગણાય છે. આજનો યુગ કોર્પોરેટ યુગ કહેવાય છે.તે તમામ વિશાળ કોર્પોરેશનની માતા એટલે ઇસ્ટ ઇન્ડીયા કંપની.. ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ જ જગતમાં સ્ટોક માર્કેટ (શેર બજાર)નો પાયો નાખ્યો.. આ કંપનીનું મોડેલ એટલું સફળ રહ્યું કે પછી બનેલી તમામ કંપનીઓ / કોર્પોરેશન ઇસ્ટ ઇન્ડીયા કંપનીના માળખા અનુસાર જ બની અને ચાલી. આજે પણ અમુક મોટી કોર્પોરેશન (કંપનીઓ) માટે પોતાનું પ્રાઇવેટ લશ્કર છે, જેમ ઇસ્ટ ઇન્ડીયા કંપની પાસે હતું. ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ જે રીતે ધીમે ધીમે તમામ વ્યપારમાં પોતાની મોનોપોલી સ્થાપી એમ આજની વિશાળ કોર્પોરેશન તમામ વ્યાપારને પોતાના છત્રમાં લઈ લેતી હોય છે. આજે કરિયાણાનો સામાન્ય વેપાર પણ ધીમે ધીમે મોટી કંપનીઓ ખાઈ રહી છે. ઈલેક્ટ્રોનિક આઇટમોનો વ્યાપાર તો હવે એમના હાથમાં જતો રહ્યો છે એમ કહીએ તો ખોટું નથી એટલી હદે એમનો વકરો વધ્યો છે. ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ પણ ભારતીયોના હાથમાંથી કાપડ , સુરોખાર, ગળી અને મરી મસાલાના વ્યાપાર આંચકી લીધા અને એની ઉપર એકહથ્થુ મોનોપોલી જમાવી. આ મોનોપોલીના ફળ સ્વરૂપ જે માતબર નફો મળ્યો તેમાંથી કંપનીના અધિકારીઓ કોઈ રાજા જેટલું ઐશ્વર્ય કમાયા હતા. આજે પણ કંપનીઓના ઉચ્ચ પદે બેઠેલા અધિકારીઓના કરોડોના પેકેજીસ સામે કંપનીના સામાન્ય મુલાજીમનો પગાર નગણ્ય ગણાય એટલો હોય છે.
ભારતમાં સમુદ્રી નમક પકવાતું હતું પણ મોટે ભાગે તો સિંધાલૂણ ખવાતું હતું. સમુદ્રી નમકની ઉપયોગિતા ભારતમાં ઉધોગિક હતી, ભોજન માટે નહિ પરંતુ ચતુર ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ ભારતમાં સમુદ્રી નમકના ઉત્પાદન અને વેપાર ઉપર અંકુશ પ્રાપ્ત કર્યો હતો.. ભારતમાં સમુદ્રી નમક (સફેદ મીઠું) ખાવાનું ચલણી બનાવનાર પણ અંગ્રેજો હતા. બાકી ભારતમાં કોઈ સમુદ્રી મીઠું ખાતું નહોતું. એમણે સતત જાહેરાતો અને પ્રચાર થકી લોકોમાં સમુદ્રી નમકનું ચલણ શરૂ કર્યું.. એમના ચીલે ચાલતી યુરપિયન અને અમેરિકન કંપનીઓ આજે ય એવી અનેક અનેક અનેક પ્રોડક્ટ લોકોને પધરાવે છે જેની આપણને કોઈ જરૂર નથી (જેમ સમુદ્રી મીઠાની નહોતી) ..
ભારતીયો વિશ્વના શ્રેષ્ઠ અને બેજોડ વેપારીઓ હતા.. ભારતથી ઉત્પન્ન થયેલ કાપડ, કાગળ, મરી મસાલા, ચામડું , ધાતુના પાત્ર વગેરે જેવી અનેક ચીજો સિલ્ક રૂટ કહેવાતા માર્ગથી છેક યુરોપ પહોંચાડવાની આખી ચેનલ ભારતીય વેપારીઓ એ ડેવલપ કરેલી. ભારતીય કારીગરો દ્વારા બનેલ ઉત્તમ કવાલિટી માલસામાન ભારતીય વાણિયાઓ પોતાના ટ્રેડ રૂટ મારફત સિલ્ક રૂટ સુધી પહોચાડે અને પછી વણઝારા કહેવાતા ભારતીય લોકો જ એને યુરોપની બજારોમાં ઠાલવે.. રોમાનિયા નામનો આખો દેશ આવા વણઝારા ભારતીય લોકોનો બનેલો છે. એ આજે પણ ભારતીય જેવા લાગે છે અને ભારતીય શબ્દો વાળી ભાષા બોલે છે. એમના યાયાવરી સ્વભાવને કારણે એમને યુરોપીયનોએ રોમાની કહ્યા જેની ઉપરથી રોમાનિયા શબ્દ આવ્યો.
પણ અમુક લોકોને ભારતીયોની ઈર્ષા થઈ.. આ ઇર્ષાને પરિણામે એમણે ભારતને વ્યાપારિક રીતે જીતવાના અને એનો વ્યાપાર તોડી નાંખવાના મનસૂબા બનાવ્યા અને એમાં તેઓ સફળ થયા. પરિણામે વિશ્વમાં યુરોપિયન રાજ શરૂ થયું જે કોર્પોરેશન સ્વરૂપે આજ સુધી જીવિત છે..
યુરોપિયનો તો લગભગ દરેક દેશને “આઝાદ” કરીને નીકળી ગયા પણ પાછળ છોડતા ગયા કોર્પોરેશન્સ!! કોર્પોરેશન એટલે કે વિશાળ કંપનીઓ જે આજના ઝડપી અને આધુનિક યુગ માટે જવાબદાર છે અને એટલી જ જવાબદાર છે પ્રદૂષણ અને સામાજિક પતન માટે !



