79 % ગ્રાહકોને દરરોજ 3 કે તેથી વધુ કોલ; 73% ઉપદ્રવી કોલ સામાન્ય 10 આંકડાના મોબાઈલ નંબર પરથી આવે છે
છેતરપિંડી રોકવા CCPAની લાલ આંખ; કોલ કરનાર એજન્ટોની સાથે સંબંધિત કંપનીઓ અને બ્રાન્ડ પણ જવાબદાર ઠરશે
- Advertisement -
યુગમાં આધુનિક ટેકનોલોજીના |મોબાઈલ ફોન જેટલો સુવિધાજનક બન્યો છે તેટલો જ હવે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. ‘લોકલ સર્કલ્સ’ દ્વારા હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં ૯૭ ટકા મોબાઈલ ગ્રાહકો દરરોજ અનિચ્છનીય સ્પામ કે પ્રમોશનલ કોલ્સથી ભારે પરેશાન છે. સર્વેમાં સામેલ ૭૯ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમને રોજના | સરેરાશ ત્રણ કે તેથી વધુ વણમાગ્યા કોલ આવી રહ્યા છે. સર્વે અનુસાર, મોટાભાગના એટલે કે ૭૩ ટકા જેટલા અનિચ્છનીય કોલ્સ સામાન્ય ૧૦ આંકડાવાળા વ્યક્તિગત કે કંપનીના મોબાઈલ નંબરો પરથી આવે છે, જેથી યુઝર્સ માટે જરૂરી અને ફેક કોલ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બને છે. છેલ્લા ૧૨ મહિનાના ડેટા પર નજર કરીએ તો, ૧૮ ટકા લોકોને રોજના ૧ થી ર કોલ, ૩૨ ટકા લોકોને ૩ થી ૫ કોલ, ર૧ ટકા લોકોને ૬ થી ૧૦ કોલ અને ૨૬ ટકા વપરાશકર્તાઓને રોજના ૧૦ કરતાં પણ વધુ સ્પામ કોલ્સ આવે છે, જ્યારે ભાગ્યે જ કોલ આવતા હોય તેવા લોકો માત્ર ૩ ટકા છે. કોલ્સના સ્ત્રોત બાબતે ૪૫ ટકા લોકોએ જણાવ્યું કે તેમને કોઈ વ્યક્તિના હોય તેવા અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન આવે છે.
૨૮ ટકા કોલ કંપની કે બ્રાન્ડના મોબાઈલ નંબર પરથી, ૧૩ ટકા ટોલ ફ્રી નંબર પરથી અને ૭ ટકા કંપનીના સત્તાવાર લેન્ડલાઈન પરથી આવે છે. સ્પામ કોલ્સના ત્રાસને નાથવા માટે હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) સક્રિય બની છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ માત્ર ટેલિકોલર જ નહીં, પરંતુ જે કંપની કે બ્રાન્ડ વતી આવા પ્રમોશનલ કોલ્સ કરવામાં આવતા હશે તે મૂળ કંપનીઓ સામે પણ કડક જવાબદારી નક્કી કરી દંડ ફટકારવાની તૈયારી શરૂ કરાઈ છે. ટેલિકોમ નિયમનોથી બચવા કંપનીઓ સામાન્ય ૧૦ આંકડાના સિમકાર્ડ વાપરી રહી છે; હવે બ્રાન્ડ્સ સામે સીધી કાનૂની જવાબદારી લદાશે.




