By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    42 minutes ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    1 hour ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 day ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    1 hour ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    2 hours ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    24 hours ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    1 day ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 hours ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
Author

શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?

Khaskhabar Editor
Last updated: 2026/10/24 at 1:55 PM
Khaskhabar Editor 47 minutes ago
Share
7 Min Read
SHARE

ફ્રાન્સથી બ્રિટન સુધી ઇમિગ્રેશન, ઇસ્લામિક કટ્ટરપંથ અને યુરોપની બદલાતી ઓળખ અંગે ગંભીર સવાલો

રીના બ્રહ્મભટ્ટ

- Advertisement -

પેરિસનું નામ સાંભળતાં જ આંખ સામે એફિલ ટાવર, સીન નદીના કિનારા, જૂની ઇમારતો, કળા, ફ્રેન્ચ કાફે અને પોતાની આગવી જીવનશૈલી માટે જાણીતી સંસ્કૃતિની તસવીર ઊભી થાય છે. દુનિયાભરના ફેશન સ્ટેટમેન્ટ પણ પેરિસથી શરુ થાય છે.કોઈપણ મોડેલ હોય તે પેરિસ જઈ મોડેલિંગ કરવા કે ફોટોશુટ કરવા જવા ઇચ્છશે.સદીઓથી પેરિસ યુરોપના રાજકીય, સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવનનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ આજના પેરિસની ચર્ચા માત્ર તેની સુંદરતા, પ્રવાસન કે આર્થિક સમૃદ્ધિ પૂરતી સીમિત નથી. ફ્રાન્સમાં ઇમિગ્રેશન, ધાર્મિક ઓળખ, સામાજિક એકીકરણ અને રાષ્ટ્રીય મૂલ્યો અંગે ચાલી રહેલી ચર્ચાઓએ આ શહેરને વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

અહીં પેરીસ કે સમગ્ર યુરોપની વાત કરવાનું કારણ છે કે, ફ્રાન્સમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત, મોંઘવારી અને વધતા જીવનખર્ચને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સપ્ટેમ્બરથી શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે દેશવ્યાપી આંદોલનમાં ફેરવાયા છે. ૧૭ ઑક્ટોબરે અનેક શહેરોમાં દેખાવો દરમિયાન પોલીસ સાથે અથડામણ, દુકાનોમાં લૂંટફાટ અને સરકારી ઇમારતોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. આ હિંસક બનાવોને કારણે ફ્રાન્સમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. પણ આ સાથે જ ફક્ત ફ્રાન્સ જ નહીં સમગ્ર યુરોપમાં શરણાર્થી બનીને આવેલા મુસ્લિમોને લઈને પણ ખાસ્સી તેવી ચર્ચાઓ ઉભી થઇ છે.

શું કોઈ પણ દેશ પોતાની શેરીઓમાં હિંસા, તોડફોડ અને લૂંટફાટને સામાન્ય ઘટના બનવા દઈ શકે?

- Advertisement -

ના, કોઈપણ દેશ કે પ્રજા માટે દેખાવો કરવાનો અધિકાર લોકશાહીનો ભાગ છે, પરંતુ વિરોધના નામે બીજાની સંપત્તિને નુકસાન પહોંચાડવું કે પોલીસ પર હુમલો કરવો સ્વીકાર્ય નથી. હિંસા કરનાર સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જ જોઈએ.ખેર આ મુદ્દા સાથે હાલ અહીં અનેક મુદ્દાઓ જે ઉભા થયા છે અને જેની લાંબાગાળાની અસરો ઉભી થવાની છે તે ચર્ચા અહીં મુખ્ય આશય છે.

માન્યું કે માનવતાને નાતે કોઈ પ્રજા કે દેશમાં તેવી સ્થિતિ હોય કે જ્યાં રહેવું જ મુશ્કેલ હોય તો તેને શરણ આપવું તે એક સારી માનવીય ઉચ્ચ ભાવના છે.પરંતુ આ જ શરણાર્થીઓ થી તમારા દેશમાં તમારી જ ઓળખાણ, તમારી જ સંસ્કૃતિ અને ધરોહરને નુકસાન થઇ રહ્યું હોય તો ત્યાં ઉહાપોહ થવાનો જ છે.

વેલ, અહીં વાત માત્ર ફ્રાન્સની જ કેમ ? અસલમાં સમગ્ર યુરોપ આજે અનેક સામાજિક અને રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સમાં ઇમિગ્રેશન, ઇસ્લામવાદી વિચારધારા અને ધર્મનિરપેક્ષતાના નિયમો અંગે ચર્ચા છે. બ્રિટનમાં શરણાર્થીઓને આશ્રય આપવાની નીતિ સામે વિરોધ થાય છે. જર્મનીમાં ઇમિગ્રેશન અને સુરક્ષા અંગે રાજકીય ચર્ચાઓ ચાલે છે, જ્યારે સ્વીડનમાં સામાજિક એકીકરણ અને કટ્ટરપંથ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.

પરંતુ આપણે હાલ ખાસ તો ફ્રાન્સની વાત કરીશું કે ફ્રાન્સના પેરિસની વાત કરીશું,

શું પેરિસ ઝડપથી મુસ્લિમ શહેર બની રહ્યું છે?

આ સવાલ યુરોપની બદલાતી વસ્તી અને સાંસ્કૃતિક ઓળખ અંગેની ચર્ચામાં વારંવાર ઊભો થાય છે. ફ્રાન્સમાં મુસ્લિમ સમુદાય દેશના ધાર્મિક જીવનનો નોંધપાત્ર ભાગ છે. પરંતુ પેરિસ ઝડપથી મુસ્લિમ બહુમતીવાળું શહેર બની રહ્યું છે એવો દાવો કરવા માટે ચોક્કસ વસ્તીવિષયક આંકડા જરૂરી છે.ફ્રાન્સની INSEE સંસ્થાના ૨૦૧૯-૨૦૨૦ના અભ્યાસમાં મુખ્ય ફ્રાન્સમાં ૧૮થી ૫૯ વર્ષની વયના લોકોમાંથી આશરે ૧૦ ટકા લોકોએ ઇસ્લામને પોતાનો ધર્મ ગણાવ્યો હતો. આ આંકડો આખા ફ્રાન્સની વર્તમાન મુસ્લિમ વસ્તીનો ચોક્કસ આંકડો નથી અને પેરિસ શહેર માટે પણ સીધો લાગુ પડતો નથી.

તેમ છતાં, ઇમિગ્રેશન અને વસ્તીમાં થતા ફેરફારોની અસર સ્થાનિક સમાજ પર કેવી પડે છે, એ અંગે ચર્ચાઓ ઉઠી છે તે હકીકત છે.મુખ્ય સવાલ માત્ર વસ્તી બદલાવાનો નથી. સવાલ એ છે કે નવા આવેલા લોકો સ્થાનિક ભાષા, કાયદા અને સમાજ સાથે કેટલી સારી રીતે જોડાય છે? જો કોઈ કટ્ટરપંથી જૂથ ધાર્મિક ઓળખના નામે અન્ય લોકો પર દબાણ કરે, મહિલાઓની સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે કે દેશના કાયદાથી ઉપર ધાર્મિક નિયમો રાખવાની માગણી કરે, તો કોઈપણ સરકાર તેને અવગણી શકે નહીં.

આ અંગે ભૂતકાળમાં તમને સેમ્યુઅલ પેટીની હત્યા યાદ છે ?

૧૬ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ ફ્રાન્સના શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા કરવામાં આવી હતી. તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ભણાવતી વખતે મહંમદ પયગંબરનાં વ્યંગચિત્રોનો સંદર્ભ આપી ચૂક્યા હતા. આ ઘટનાએ ફ્રાન્સમાં શિક્ષકોની સુરક્ષા અને ઇસ્લામિક કટ્ટરપંથ અંગે ગંભીર ચર્ચા જગાવી હતી.અહીં અમે પણ તેમ કહીએ છીએ કે, કોઈની ધાર્મિક લાગણીઓ ને સ્વાતંત્રતા સાથે ન જ જોડવી જોઈએ.પણ તેની સામે તમે કાયદાકીય જવાબ આપી શકો કે માંગી શકો છો.હત્યા તે કોઈ વિવાદનો ઉકેલ ન હોઈ શકે.આ સિવાય પણ ૨૦૨૩માં અરાસ શહેરમાં શિક્ષક ડોમિનિક બર્નાર્ડની પણ છરીના હુમલામાં હત્યા કરવામાં આવી હતી.આ બંને ઘટનાઓ ફ્રાન્સ માટે ગંભીર ચેતવણી હતી.

ફ્રાન્સમાં ઇસ્લામવાદી પ્રભાવ સામે નવા કાયદાની ચર્ચા?

ફ્રાન્સમાં ૨૦૨૬ દરમિયાન ઇસ્લામવાદી જૂથો જાહેર સંસ્થાઓમાં પ્રભાવ જમાવવાનો પ્રયાસ કરે છે કે નહીં, તે અંગે ચર્ચા તેજ બની હતી. આ મુદ્દે ફ્રાન્સની સંસદમાં કાયદાકીય કાર્યવાહી અંગે ખરડો રજૂ થયો હતો.આ ચર્ચાનો કેન્દ્ર એવો આરોપ છે કે કેટલાક કટ્ટરપંથી જૂથો સ્થાનિક સમાજથી અલગ માળખાં ઊભાં કરીને ધાર્મિક નિયમોને દેશના કાયદા કરતાં ઉપર રાખવા માગે છે.

વેલ,આવા આરોપોની તપાસ પુરાવાના આધારે થવી જોઈએ. પરંતુ જો કોઈ જૂથ ખરેખર કાયદાની સત્તાને નબળી પાડવાનો કે ધર્મના નામે બીજાના અધિકારો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરે, તો સરકાર પાસે તેને રોકવા માટે અસરકારક કાયદા હોવા જરૂરી છે.

તે સિવાય બ્રિટનમાં પણ શરણાર્થીઓને આશ્રય આપવાની નીતિ સામે વિરોધ ચાલી રહ્યો છે

બ્રિટનમાં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા સ્થળાંતરિત લોકોનો મુદ્દો લાંબા સમયથી રાજકીય ચર્ચાનો વિષય છે. શરણાર્થીઓની અરજીઓની પ્રક્રિયા, સરકારી ખર્ચ, સરહદની સુરક્ષા અને દેશનિકાલ અંગેના પ્રશ્નો વારંવાર ઊભા થાય છે.સ્થાનિક લોકોમાં કેટલાકને આવાસ, જાહેર સેવાઓ અને સરકારી ખર્ચ અંગે ચિંતા છે. બીજી તરફ, યુદ્ધ કે અત્યાચારથી બચીને આવતા લોકોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આશ્રય મેળવવાનો અધિકાર પણ હોઈ શકે છે.પણ તમારે ભારતના પારસીઓ કે ગુજરાતના સુરતના સંજાણ બંદરે ઈરાનથી આવેલા પારસીઓને આ મુદ્દે જોવા જોઈએ.આજે પારસી કોમમ્યુનિટી ને ગુજરાત જ નહીં ભારતમાં બહુ આદર થી જોવાય છે.દૂધમાં સાકરની જેમ સાચે જ આ કોમ્યુનિટી ભળી ગઈ છે..

You Might Also Like

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની

લાગણી અને પ્રેમની મીઠાશ

ખંડિત ભક્તિનો ત્યાગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
Next Article રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
Authorમનીષ આચાર્ય

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
Author

કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?