આજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા હરમનપ્રીત કૌરે કરી જાહેરાત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાના નામ આગળ
- Advertisement -
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તેણે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. હરમનપ્રીતની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપની જવાબદારી મળી શકે છે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2025 મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો. તેની કેપ્ટનશીપમાં ટીમે 2012, 2016, 2022 અને 2026 એશિયા કપનું ખિતાબ પણ પોતાના નામે કર્યો. જોકે, 2012 એશિયા કપમાં હરમનપ્રીતે માત્ર ફાઇનલમાં કેપ્ટનશીપ કરી હતી, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચમાં મિતાલી રાજે ટીમની કમાન સંભાળી હતી.
હરમનપ્રીતે લખ્યું : આજે હું તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી રહી છું. આ સરળ નિર્ણય નથી. તેમાં વર્ષોની યાદો, લાગણીઓ, ત્યાગ અને એવી ક્ષણો જોડાયેલી છે, જે જીવનભર મારી સાથે રહેશે.
હરમનપ્રીત કૌરની સિદ્ધિઓ
2025 મહિલા વનડે વર્લ્ડ કપ: તેની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ વખત મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો. તેઓ વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કપ્તાન બની.
2017 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 171 રનની ઇનિંગ્સ રમી. આ મહિલા વર્લ્ડ કપની યાદગાર ઇનિંગ્સમાં સામેલ છે.
ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી: 2018માં ન્યૂઝીલેન્ડ સામે T20Iમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની.
200 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ: 2026માં તે પુરુષ કે મહિલા ક્રિકેટમાં 200 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનારી પ્રથમ ક્રિકેટર બની.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ: ફેબ્રુઆરી 2026માં 356મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને તેઓ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમનારી ખેલાડી બની.
150 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ: સપ્ટેમ્બર 2026માં તે 150 T20I મેચોમાં કેપ્ટનશીપ કરનારા વિશ્વના પ્રથમ ક્રિકેટર બની.
અર્જુન એવોર્ડ: 2017માં તેમને ક્રિકેટ માટે અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.
હરમનપ્રીત કૌરને 2026માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી.




