વેપારીઓએ પત્રમાં કહ્યું- 10 હજાર કરોડના વેપારને અસર થશેઃ દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખવા અપીલ
દિવાળી પહેલાં દિલ્હીના વેપારીઓએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને એક મોટી માંગ કરી છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ રાહુલ ગાંધીને પત્ર લખીને ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલી
સ્થગિત રાખવાની અપીલ કરી છે. વેપારીઓનું કહેવું છે કે રામલીલા મેદાનની આસપાસ ૨૦ મોટા હોલસેલ અને રિટેલ બજારો આવેલા છે. આવી સ્થિતિમાં, રેલીના કારણે બજારોમાં અવરજવર અને વેપારને અસર થઈ શકે છે,
જેના કારણે કરોડોના વેપારને નુકસાન થવાની આશંકા છે.
CTI ચેરમેન બૃજેશ ગોયલે પોતાના પત્રમાં રાહુલ ગાંધીને રેલી સ્થગિત કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ભાઈબીજ બાદ આ રેલીઓ યોજવામાં આવે. ભાઈબીજ ૧૦ નવેમ્બરે છે, એવા સંજોગોમાં બૃજેશ ગોયલે રાહુલ
ગાંધીને ૧૦ નવેમ્બર સુધી રેલી સ્થગિત કરવાની અપીલ કરી છે. ઓક્ટોબરમાં થયું ૩ હજાર કરોડનું નુકસાન બૃજેશ ગોયલનું કહેવું છે કે હાલમાં દિવાળીનો પીક સીઝન ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લગભગ ૧૦ હજાર કરોડ
રૂપિયાનો વેપાર પ્રભાવિત થઈ શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં ૧ નવેમ્બરે રેલી યોજવાની જાહેરાત કરી છે. આને લઈને CTIએ ચિંતા વ્યક્ત કરી છે. CTIના અધ્યક્ષ બૃજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર
લખીને કહ્યું છે, આપને વિનમ્ર વિનંતી છે કે આ રેલીને ૧૦ નવેમ્બર (ભાઈબીજ) સુધી મુલતવી રાખવામાં આવે. CTIના અંદાજ મુજબ, કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ અને સેન્ટ્રલ દિલ્હીમાં સતત રેલીઓ અને માર્ચના કારણે દિલ્હીના
વેપારીઓને ઓક્ટોબરમાં લગભગ ૩ હજાર કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
રામલીલા મેદાનના ૫ કિમીના વિસ્તારની અંદર દિલ્હીના સૌથી પ્રસિદ્ધ હોલસેલ અને રિટેલ બજારો ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ભાગીરથ પેલેસ, ખારી બાવલી, કાશ્મીરી ગેટ, નયા બજાર, મોરી ગેટ, કિનારી
બજાર, દરિબા, દરિયા ગંજ, અજમેરી ગેટ, જામા મસ્જિદ, ઝડેવાલાન, કરોલ બાગ, નબી કરીમ, આઝાદ માર્કેટ, લાજપત રાય માર્કેટ વગેરે આવેલા છે. વેપારીઓનું કહેવું છે કે આ બજારોમાંથી સમગ્ર ભારતમાં માલ જાય છે.
આવી સ્થિતિમાં, જો રેલીઓ યોજાશે તો ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રો સ્ટેશન બંધ અને બેરિકેડિંગને કારણે આ બજારોનું કામ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. CTIના ચેરમેનનું કહેવું છે કે જૂની દિલ્હી રેલવે સ્ટેશન અને નવી દિલ્હી રેલવે
સ્ટેશન પણ રામલીલા મેદાનની નજીક છે. આવી સ્થિતિમાં, લાખો વેપારીઓ અને ખરીદદારો સ્ટેશનો પરથી સીધી ખરીદી કરવા આવે છે. તેમને આશંકા છે કે રેલી દરમિયાન રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તો આવનજાવન
કરતા લોકોને મુશ્કેલી પડી શકે છે. બ્રિજેશ ગોયલે કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ વિરોધના લોકતાંત્રિક અધિકારનું સંપૂર્ણ સન્માન કરે છે. તેમણે કહ્યું કે દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો ધનતેરસ, દિવાળી અને
ભાઈબીજ સુધી દિલ્હીના મુખ્ય બજાર વિસ્તારોમાં મોટી રેલીઓ ન યોજે.




