By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 hours ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    3 hours ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    4 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    1 hour ago
    ₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
    1 hour ago
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    3 hours ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    1 day ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    4 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    1 day ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 hours ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર
રાજકોટ

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

Khaskhabar Editor
Last updated: 2026/03/12 at 4:05 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

યુગદૃષ્ટા ડો. આંબેડકરના વિચારો અને દર્શન આજની
પેઢી માટે અત્યંત આવશ્યક : કુલપતિ પ્રો. ઉત્પલ જોષી

કિશોર મકવાણાને પ્રતિષ્ઠિત ‘ભીમરત્ન એવોર્ડ-2025’ અર્પણ, સંશોધકો અને વિદ્યાર્થીઓનું વિવિધ એવોર્ડથી સન્માન

- Advertisement -

વર્ષ 2024માં આ એવોર્ડ પ્રો. નાથાલાલ ગોહિલને અને વર્ષ 2023માં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યો હતો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 વિષયક રાષ્ટ્રીય સેમિનાર તા. 11 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. માનનીય કુલપતિ પ્રો. ઉત્પલ જોષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, સંશોધન અને સામાજિક સમાનતા અંગે ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોની પ્રાસંગિકતા પર વિશદ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન કુલપતિ પ્રો. ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે યુગદ્રષ્ટા ડો. આંબેડકરના વિચારો અને દર્શન આજની પેઢી માટે અત્યંત આવશ્યક છે. મુખ્ય મહેમાન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન કિશોરભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાનની શક્તિના પ્રતીક એટલે ડો. આંબેડકર. પ્રો. નાથાલાલ ગોહિલે જણાવ્યું કે ડો. આંબેડકર શિક્ષણશાસ્ત્રીથી એક સ્ટેપ આગળ વિદ્યાધર હતા, જ્યારે પ્રો. કૌશલ પંવારે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નું દર્શન બાબાસાહેબના શૈક્ષણિક વિચારોમાં જોવા મળે છે. ડો. આશિષ કે. શુકલાએ કહ્યું કે આજની પેઢી જો બાબાસાહેબના પેશનને અનુસરશે તો તેઓ માટે રોલ મોડેલ બની શકે.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ડો. આંબેડકરના શિક્ષણદર્શન, સામાજિક સમાનતા અને આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં તેમના વિચારોની પ્રાસંગિકતા અંગે ચર્ચા કરવાનો હતો. આ પ્રસંગે ડો. આંબેડકરે શિક્ષણ ક્ષેત્રે આપેલા ઐતિહાસિક યોગદાન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના અમલથી સર્જાતા પરિવર્તનો અંગે પણ વિવિધ વક્તાઓએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025 માટેનો રાજ્યકક્ષાનો પ્રતિષ્ઠિત ‘ભીમરત્ન એવોર્ડ’ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન કિશોરભાઈ મકવાણાને અર્પણ કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2024માં આ એવોર્ડ પ્રો. નાથાલાલ ગોહિલને અને વર્ષ 2023માં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડો. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો. આંબેડકરના જીવન, કાર્ય અને તત્ત્વજ્ઞાન પર સંશોધન કરનાર કુલ આઠ સંશોધકોને ડો. આંબેડકર સ્પેશિયલ સંશોધન ફેલોશીપ એવોર્ડ-2025-26થી સન્માનિત કરવામાં આવ્યા. પી.જી. અને પીએચ.ડી. સ્તરના સંશોધકોને 10 હજારથી 20 હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવી. સેમિનારના ઉદ્ઘાટન સત્ર દરમિયાન રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા અને નિબંધલેખન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને *‘ભીમપ્રજ્ઞા એવોર્ડ’*થી સન્માનિત કરવામાં આવ્યા. ધોરણ 6 થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ સ્પર્ધાઓમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. અત્યાર સુધીની સ્પર્ધાઓમાં 100થી વધુ વિદ્યાર્થીઓને આ એવોર્ડ આપવામાં આવ્યા છે.
ડો. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સેન્ટરની લાઈબ્રેરીમાં 4163 પુસ્તકો ઉપલબ્ધ છે અને 220 સભ્યો જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ કોલેજોમાં ડો. આંબેડકર વિષયક 194થી વધુ વ્યાખ્યાનો યોજાયા છે તેમજ તેમના જીવન અને વિચારો પર 27 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. સેન્ટર દ્વારા શરૂ કરાયેલા ડો. આંબેડકરજીનું જીવન અને દર્શન તથા ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો જેવા પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં અત્યાર સુધી 733 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉપરાંત માતૃશ્રી રમાબાઈ ગ્રામ સેવા ફેલોશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ગામડાઓમાં જઈને શિક્ષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ વી.સી. ગઢવીએ આભારવિધિ કરી હતી. ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ બી. ધાનાણીએ કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે કાર્યક્રમનું સંચાલન મુલાકાતી અધ્યાપક ડો. વિનેશ એલ. બામણિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. રાજા એન. કાથડના માર્ગદર્શન હેઠળ ડો. રવિ ધાનાણી, ડો. કાંતિલાલ કાથડ, ડો. વિનેશ બામણિયા સહિત સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેમિનારમાં રાજ્યભરના વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના પ્રાધ્યાપકો, સંશોધકો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું

આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ
Next Article રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું
ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું
બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?