એક સેકન્ડમાં 97 કિમીની ઝડપ પકડશે, 48 લાખમાં બુકિંગ શરૂ થશે
ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ શુક્રવારે ઉડતી કાર રજૂ કરી. આ કારનું નામ રોડસ્ટર છે. ડેમો દરમિયાન, રોડસ્ટર એક મોટા વળાંકવાળા રેમ્પ પર ઉપર તરફ આગળ વધી અને સંપૂર્ણપણે ઊંધી થઈ ગઈ. ત્યારબાદ કાર રેમ્પ પરથી હવામાં ઊડી, હવામાં જ પલટી અને જમીન પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ. આ કારના નીચેના ભાગમાં લગાવવામાં આવેલા થ્રસ્ટર્સને કારણે આ શક્ય બન્યું. રોડસ્ટરની સેકન્ડ જનરેશન કારમાં પ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. રોકેટમાં ઉપયોગમાં લેવાતા આ પ્રસ્ટર્સની મદદથી આ કાર ૧ સેકન્ડમાં ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. મસ્કે જણાવ્યું કે રોડસ્ટરમાં ૧૦ નોઝલ અને અલ્ટ્રા હાઈ પ્રેશર એર ટાંકીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની મદદથી કાર હવામાં ઉછળી શકે છે અને જમીન પર પણ ઝડપથી ગતિ પકડી શકે છે. કારનું પ્રોડક્શન ૨૦૨૮માં શરૂ થશે.
- Advertisement -
2028થી પ્રોડક્શન શરૂ થશે
મસ્કે જણાવ્યું કે રોડસ્ટરનું પ્રોડક્શન વર્ષ ૨૦૨૮માં શરૂ થશે. કાર બુક કરવા માટે કુલ ૫૦ હજાર ડોલર એટલે કે આશરે ₹૪૮ લાખની ડિપોઝિટ આપવી પડશે. વેબસાઇટ મુજબ, આ સંપૂર્ણ રકમ ૧૦૦% રિફંડેબલ છે.
આ સ્પેસએક્સના એન્જિનિયરોનું કમાલ છેઃ ઈલોન મસ્ક
સફળ લેન્ડિંગ બાદ મસ્કે કહ્યું- ચાલો, આ કામ કરી ગયું. મસ્કે આ કારને ટેસ્લા અને સ્પેસએક્સના એન્જિનિયરો સાથે મળીને કરવામાં આવેલા કામનું પરિણામ ગણાવ્યું. મસ્કે જણાવ્યું કે કાર પોતાને ઉપર ઉઠાવવા માટે એક અદ્યતન અલ્ટ્રા-હાઈ પ્રેશર એર ટાંકીનો ઉપયોગ કરે છે. કારમાં હવામાં નિયંત્રણ માટે એલ્ટિટ્યુડ થ્રસ્ટર્સ અને પાછળની તરફ મુખ્ય થ્રસ્ટર્સ છે. તે એકદમ રોકેટની જેમ ઉડી શકે છે અને હવામાં કલાબાજીઓ કરી શકે છે.




