300 ગ્રામ બિરયાનીના 520, શેકેલાં શક્કરિયા ચાટનાં 410
ખેલૈયાઓના ખિસ્સા ખંખેરતી કિંમતો સામે ભારે રોષ
- Advertisement -
રાજકોટમાં આયોજિત પ્રતિષ્ઠિત MGM નવરાત્રિ મહોત્સવમાં કાઠિયાવાડી વાનગીઓના નામે ખેલૈયાઓ પાસેથી આડેધડ ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર કાઠિયાવાડી સ્વાદ અને
સંસ્કૃતિને પ્રમોટ કરતા જાણીતા શેફ અને કન્ટેન્ટ ક્રિએટર નિકુંજ વસોયાના સ્ટોલ ‘Kaathiye By Nikunj Vasoya’નું મેનૂ કાર્ડ વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા અને આક્રોશ ફેલાયો છે.
MGM નવરાત્રિ મહોત્સવમાં આવેલી કેન્ટીનમાં નિકુંજ વસોસાના સ્ટોલ પર શેરી-ગલીઓમાં સામાન્ય ભાવે મળતી દેશી વાનગીઓના ભાવ ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવા રાખવામાં આવ્યા છે. નવરાત્રિના પાસ માટે
પહેલેથી જ મોટી રકમ ખર્ચીને આવતા યુવાનો અને પરિવારો ગરબે ઘૂમીને થાક્યા પછી જ્યારે ખાણીપીણી વિભાગ તરફ વળે છે, ત્યારે માત્ર ૨૦૦ ગ્રામ બટેટા ચાટ માટે ₹૩૧૦ કે એક ગ્લાસ છાશ માટે ₹૧૦૦ થી ₹૧૨૦
ચૂકવવા પડે છે. લોકોનું કહેવું છે કે કાઠિયાવાડી પરંપરા અને સાદગીના નામે સોશિયલ મીડિયા પર ઓળખ બનાવનાર શેફ દ્વારા સામાન્ય ખાદ્યપદાર્થોના આવા કલ્પના બહારના ભાવ વસૂલવા તે ગ્રાહકોની લાચારીનો ગેરલાભ
ઉઠાવવા સમાન છે.
નિકુંજ વસોયાના સ્ટોલ પર મળતી વાનગીઓના આસમાને પહોંચેલા ભાવ
શેકેલા બટેટા ચાટ (200 ગ્રામ) : 310
શેકેલા શક્કરિયા ચાટ (200 ગ્રામ) : 410
શેકેલા શક્કરિયા બટેટા ચાટ (200 ગ્રામ) : 360
-દેશી બટાટા વડા દહીં ચટણી (200 ગ્રામ) : 310
દેશી દમ બિરયાની – રાયતું (300 ગ્રામ) : 520
દાળ ખાખરા (200 ગ્રામ) : 310
સ્પેશિયલ છાશ : 100
સ્પેશિયલ મસાલા છાશ : 120




