3 વર્ષથી પરેશાન બાળકની તકલીફ મિનિટોમાં દૂર કરી!
ડો. ઠક્કરે મેડિકલ ફિલ્ડનો એક અનોખો કિસ્સો ઓપરેટ કર્યો કે જેમાં સુત્રાપાડા તાલુકા જિલ્લો ગીર સોમનાથના મતાના ગામનો એક બાળક વિસ્મય નકુમ કે જેની ઉંમર માત્ર 3 વર્ષ હતી ત્યારે તેના સગાના જણાવ્યા મુજબ તે પ્લાસ્ટિકની સીસોટી ગળી ગયો હતો અને વારંવાર કફ ઉધરસ અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અનેક દવાઓ કરાવ્યા બાદ પણ સતત 7 વર્ષ સુધી આજ તકલીફ બાળક સહન કરતો રહ્યો અને જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કર પાસે તપાસ કરાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે વિસ્મયની શ્ર્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે પ્લાસ્ટિકની સીસોટી ફસાયેલ હતી જે ડો. હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે ગણત્રીની મિનિટો કોઈ પણ જાતના કમ્પ્લિકેશન વગર કાઢી આપી બાળકને નવજીવન આપ્યું હતું.
- Advertisement -
તબીબી જગતમાં પણ આ અનોખો કિસ્સો કહી શકાય. કેમકે કોઈ વસ્તુ આટલા લાંબા સમયથી 7 વર્ષ જેવા લાંબા સમયથી શ્વાસનળીમાં ફસાયેલ હોય એટલે તે શ્ર્વાસનળીની દીવાલ સાથે ચોંટી જાય અને કાઢતી વખતે જીવનું જોખમ રહેલ હોય પણ આવી વિકટ પરિસ્થિતિમાં પણ આવા અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં માહિર એવા ડો. ઠક્કરે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી બાળકને નવજીવન આપ્યું હતું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપી નવો કીર્તિમાન રચ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની સ્થાપના 2006માં થયેલ અને ત્યારથી અલગ અલગ ફિલ્ડ માં કંઇક વિશેષ યોગદાન અને અનોખી સિદ્ધિ હાંસલ કરનારને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે છે જે ખુબજ ગૌરવ અને સન્માનની બાબત ગણાય ડો. હિમાંશુ ઠક્કરે હાસલ કરેલી સિદ્ધિ બદલ તેમને ચોતરફથી શુભેચ્છા મળી રહી છે.



