કોરોના મહામારીને અટકાવવા માટે તા.૧૦ જૂલાઇ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે
રાજકોટ શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવુ નહી. તેમજ જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવુ નહી કે રખડવુ નહી. સવારના ૯ થી રાત્રિના ૯ કલાક દરમ્યાન દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ સહિતની વેપારીક ગતિવિધિ ખુલ્લા રાખી શકાશે.
રેસ્ટોરન્ટ સવારે ૯ થી રાત્રીના ૨૧ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહતમ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે હોમ ડિલેવરીની સુવિધા રાત્રીના ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ૪૦ વ્યક્તિઓની મંજુરી રહેશે
- Advertisement -
સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ માં ખુલ્લામાં મહતમ ૨૦૦ વ્યકતિઓ પરંતુ બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (૨૦૦ થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમગ ગમત ચાલુ રાખી શકાશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહતમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે. સિનેમા, થિયેટરો, ઓડિટોશિયમ, મનોરંજક સ્થળો પ૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જયારે કે શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, વોટરપાર્ક, સ્પા, સ્વિમંગ પુલ બંધ રહેશે.
તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-૧૯ અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય / રાજય સરકારશ્રીના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
- Advertisement -
આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. આ હુકમ બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલ્વે કે એકપોર્ટની મુસાફરી કરનારને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુકિત મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મિડિયા વગેરેને આ હુકમમાંથી મુકિત મળશે.


