ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદરની જનતાએ વિકાસના નામે ભાજપને સતાનું સુકાન સોંપેલ પણ હવે નાગરિકો નગરપાલિકાના વહીવટી બિલકુલ નારાજ છે અને પસ્તાવો કરી રહ્યા છે. બિનસતાવાર જૂથોથી બહાર આવી રહ્યું છે કે એક ચોક્કસ સિનીયર ગૃપ અત્યારે નારાજ છે કેમ કે તેમનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. સગાવાદની ભયંકર પ્રવૃતિનો ભોગ અનુભવી અને વહીવટી જાણકાર કર્મચારીઓ બન્યા છે. પોતાના મનપસંદ અને જ્ઞાતિ આધારે રોજમદારી કર્મચારીની ભરતી કરીને અને વહીવટી પ્રક્રિયાઓ ખાડે ગયેલ છે.
- Advertisement -
એમાં મુખ્યત્વે પાણીની લીકેજ લાઈન ગટર વ્યવસ્થા જેવા પ્રાણ પ્રશ્ર્નોથી પ્રજા ત્રાહિમામ છે. પાણીની લાઈનની લીકેજથી રસ્તાઓ પર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ઓફીસના અધિકારીઓ અને સત્તાપક્ષના પ્રમુખની કોઈ પણ વાત કર્મચારી માન્ય નથી રાખતા મનફાવે એવું વર્તન કરી રહ્યા છે. કૌભાડી ચીફ ઓફીસરના પાણીચા બાદ લોકોને નવા ઇન્ચાર્જ ચીફ ઓફિસર એમ.એમ વાઘેલા પાસે સુઘડ વહીવટી શાસનની અપેક્ષાઓ હતી પણ તે માત્ર બે દિવસ જ નગરપાલિકામા ડોક્યું કરી ચાલ્યા જાય છે. અને એમ કહેવાય છે જેમાં ટકાવારી મળતી હોય તેમાં જ પોતાનું વલણ સકારાત્મક કરે છે. મુખ્ય માર્ગોના કામમાં પણ ભારે ઢીલાશ કરી રહી છે. એટલે મંદીના માહોલમાં વેપારીઓ પણ ભારે હેરાન છે. પણ સરકારી આવકથી ભરપૂર અધિકારીઓ કોન્ટ્રાકટરને કશું કહી શકતા નથી કેમ કે તેનું પણ સેટલમેન્ટ હોય એવું લોકો કહી રહ્યા છે. આગામી દીવસોમાં મુખ્ય માર્ગોનું કામ ઝડપથી નહીં થાય તો લોકો આંદોલન કરશે એવું પણ આગેવાનો જણાવી રહ્યા છે. નગરપાલિકા શાસનની વિરુદ્ધ રણશિંગું ફૂંકનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ક્યાં ગાયબ થઈ ગયા એવું લોકો પૂછી રહ્યા છે.ભૂગેભ ગટર યોજના તેમજ અન્ય બિલો ની વિગતો મુજબ કાંઇક અંદર રંધાઈ રહ્યું હોય એવું લાગે છે.



