By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    12 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    12 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    12 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    12 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    13 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor
Last updated: 2026/06/25 at 3:03 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક કાળજું કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી

નર સિંહે કરેલી ઊલટીમાંથી બાળકના અવશેષો મળી આવ્યા

- Advertisement -

નવ કલાકના મેગા ઓપરેશન બાદ 5 સિંહ પાંજરે પુરાયા

અમરેલીમાં મહિનામાં ત્રીજી ઘટના, લોકોમાં ભય સાથે આક્રોશનો માહોલ

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક કાળજું કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક, ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.

- Advertisement -

મળતી વિગતો મુજબ, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. વન્યપ્રાણીને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે. નવ કલાકના મેગા ઓપરેશન બાદ 5 સિંહને વનવિભાગની ટીમોએ રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા છે. વનવિભાગ દ્વારા આખી રાત વહેલી સવાર સુધી સિંહોને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. એક નર સિંહ દ્વારા કરેલી ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા છે. બાળકના અવશેષોને તપાસ અર્થ મોકલવામાં આવ્યા છે. અન્ય પકડાયેલા સિંહોના પણ સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવશે.

ગામમાં કાયમી ફોરેસ્ટ ગાર્ડ અને ઓફિસની વ્યવસ્થા કરવા માગ
મૃતકના મામા દાનુભાઈએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, ગામમાં આ પ્રકારના બનાવો વારંવાર બને છે. આગલી રાત્રે પણ સિંહોએ આખી રાત અમને સૂવા દીધા નહોતા, છતાં વન વિભાગ ધ્યાન આપતું નથી. અમારી માગ છે કે, વનમંત્રી અર્જુન મોઢવાડીયા રૂબરૂ ગામની મુલાકાત લે અને અમારા રક્ષણની લેખિત બાંહેધરી આપે. ગામમાં કાયમી ફોરેસ્ટ ગાર્ડ અને ઓફિસની વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું.

વન વિભાગની જનતાને અપીલ
આ ભયાનક ઘટના બાદ વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, વન્યપ્રાણીઓ આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોવાથી સાંજના સમયે કે અંધારામાં ક્યારેય એકલા બહાર ન નીકળવું. જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે હંમેશા સાથે એક-બે વ્યક્તિ રાખવા અને હાથમાં લાકડી તેમજ ટોર્ચ જેવી સેફ્ટી વ્યવસ્થા અચૂક સાથે રાખવી, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
Next Article લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાત

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?