By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    22 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    21 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    22 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    22 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    22 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    24 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 2:35 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

12 વર્ષના મયુરસિંહના જંગલમાંથી અવશેષો મળ્યા, માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં હુમલો કર્યો

સિંહોના વધતાં હુમલાથી ફફડાટઃ ગિરનારમાં વહેલી સવારની ઘટનાથી પ્રવાસીઓ સ્તબ્ધ

- Advertisement -

મુખ્ય સીડીથી માત્ર 100 મીટર દૂર માસૂમના પગનાં અવશેષો મળ્યાં

અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ વસાહત પર હુમલા કરીને હાહાકાર મચાવ્યા બાદ હવે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર કમકમાટીભરી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વતની સીડીઓ પર વહેલી સવારે સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે સિંહે ૧૧ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો છે. છેલ્લા કેટલાક દિવસોથી માણસો પર સિંહોના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે ગિરનાર પર્વત જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ભયાનક દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ અને સ્થાનીય લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામના રહેવાસી મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વતના દર્શનાર્થે આવ્યા હતા. આજે વહેલી સવારે આશરે ૫:૪૫ વાગ્યાની આસપાસ જ્યારે સેંકડો પ્રવાસીઓ સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે ૧૧ વર્ષીય મયુર મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે આગળ ચાલી રહ્યો હતો અને તેના પિતા થોડા નીચે હતા. આ દરમિયાન ગિરનારના માત્ર ૫૦ પગથિયે અચાનક એક સિંહે પરિવારની હાજરીની પરવા કર્યા વિના માસૂમ મયુર પર તરાપ મારી હતી. સિંહ પલકવારમાં બાળકને મોઢામાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. હસતું-ખેલતું બાળક અચાનક પોતાની નજર સામે કાળનો કોળિયો બની જતાં

- Advertisement -

માતા- પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ વન વિભાગે સિંહને પાંજરે પૂરવા માટે તજવીજ શરૂ કરી છે, પરંતુ પરિવારે પોતાના વહાલસોયા બાળકને ગુમાવતા ચૌહાણ પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જંગલ વિસ્તારમાં બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહ બાળકને ઢસડી ગયો હોવાના લીસોટા અને બાળકના બૂટના આધારે વન વિભાગે તપાસ આગળ ધપાવી હતી. સીડીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે માસૂમ મયુરના પગના અવશેષો મળી આવતા વન વિભાગ અને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

વન વિભાગે ગિરનાર રેન્જમાંથી એક સિંહને પાંજરે પૂર્યો
જૂનાગઢ ગિરનાર દર્શન કરવા આવેલા પરિવારના ૧૧ વર્ષીય મયુરને સિંહ ઉપાડી જવાની ઘટનામાં મૃત્યુ નિપજતા વન વિભાગ દોડતું થયું હતું. આજ સવારથી વન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગિરનાર રેન્જમાં પાંજરા ગોઠવી સિંહને પકડી રેસ્ક્યુ કામગીરી શરુ કરી હતી હાલ મળતી વિગત પ્રમાણે વન વિભાગે એક સિંહએન પાંજરે પૂર્વમાં આવ્યો છે. વનતંત્ર દ્વારા આ સિંહ બાળક ઉપર હુમલો કર્યો એછે કે, અન્ય સિંહ તેની વધુ તપાસ શરુ કરી છે. હાલ પાંજરે પૂરાએલા સિંહને સક્કબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવ્યો છે. અને વધુ તપાસ શરુ કરી છે.

વિકાસની મોટી વાતો વચ્ચે ગિરનાર પર અંધારપટઃ મૃતક પરિવારનો આક્રોશ
એક તરફ ગિરનારના વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ યાત્રાળુઓ માટેની પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વતની સીડીઓ પર લાઈટો ચાલુ ન હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મૃતક બાળકના શોકતુર પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વહેલી સવારે જ્યારે તેઓ સીડી ચઢી રહ્યા હતા ત્યારે સીડી પર લાઈટો બંધ હતી અને અંધારાનો લાભ લઈને જ સિંહ તેમના બાળકને ઉપાડી ગયો હતો. પ્રવાસીઓની સુરક્ષા માટે ગિરનારના આ રૂટ પર તાત્કાલિક લાઈટો ચાલુ કરવી અત્યંત જરૂરી છે.

સિંહના હુમલા બાદ યાત્રાળુઓ પર અંકુશ લાવતું વન વિભાગ
ગિરનારના ૫૦ પગથિયે બનેલી સિંહના હુમલાની ભયાનક દુર્ઘટના બાદ હવે વન વિભાગ દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવે તેવી પ્રબળ ચર્ચા જાગી છે. આગામી પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે જટાશંકર મહાદેવના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ અને ટ્રેકર્સના રૂટ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કડક પ્રતિબંધો અથવા સમય મર્યાદા લાદવામાં આવી શકે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વન વિભાગ પોતાની લાપરવાહી છુપાવવા માટે હવે યાત્રાળુઓ પર તવાઈ બોલાવશે. પાડાના વાકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

45 દિવસમાં સિંહના હુમલાની 9 ઘટના

1. બગસરા તાલુકાના ઘંટીયાળ ગામે ૭ વર્ષ ના બાળક ઉપરથી હુમલો કર્યો અને માનવનું મોત થયું.

2. સવારકુંડલના જુના સવાર ગામે ૬૦ વર્ષ ના ખેડૂત ઉપર હુમલો અને મોત.

3. રાજુલા તાલુકાના કોવાયા ગામે પરપ્રાંતિય અંદાજિત ૩૫ વર્ષના યુવક ઉપર સિંહનો હુમલો અને મોત

4. ખાંભા તાલુકાના ચતુરી ગામે છ વર્ષના બાળકો પર હુમલો અને મોત

5. લીલીયા તાલુકાના અંટાળીયા પાસે સોહીલ નામના ૨૧ વર્ષના યુવક ઉપર હુમલો અને મોત.

ઘટના માનવ ઇજા

1. રાજુલાના વડગામે ખેત મજૂર મહિલા ઉપર સિંહને હુમલો કર્યો અને ઈજા પહોંચાડી જેમાં મહિલાનો બચાવ

2. સાવરકુંડલાના ઠવી ગામે રાજુ વાઘેલા નામના યુવક ઉપર સિંહ હુમલો કર્યો જેમાં બચાવ થયો.

ભાવનગર જિલ્લો

1. પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામમાં માનવ ઉપર સિંહ હુમલો

2. મહુવા તાલુકાના ગઢડા ગ્રામીણ વિસ્તારોમાં સિંહ હુમલો જેમાં મોત

વન વિભાગની બેદરકારી સામે જનતાનો આક્રોશ
આ ભયાનક ઘટના બાદ વન વિભાગની ઘોર લાપરવાહી સામે સ્થાનીય લોકો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ ચોક્કસ વિસ્તારમાં ત્રણ સિંહો મુક્તપણે હરી-ફરી રહ્યા હતા. છેલ્લા ૩ દિવસથી આ સિંહો ગિરનારની સીડીઓની બિલકુલ નજીક હોવાની પાકી માહિતી હોવા છતાં વન વિભાગે તેમને જંગલમાં અંદર કેમ ન ખસેડયા? આવા અનેક વેધક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

ચોમાસું હજુ ગયું નથી! : ભાદરવો ભરપૂર, અષાઢી માહોલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Next Article ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?