સસ્તી પ્રસિદ્ધી મેળવવા પોલીસ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજી પ્રેસનોટ આપે છે
ACP ટ્રાફિક જે.બી.ગઢવી સહિતનાએ રાજકોટ પોલીસ તંત્રને પહેલાં માર્ગદર્શન આપવું જરૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ સસ્તી પ્રસિદ્ધી મેળવવા હાલ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો ચલાવી રહી છે. પરંતુ ખુદ રાજકોટ પોલીસે ટ્રાફિક અવેરનેસ કેળવવાની જરૂર છે. અત્યારે રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં પોલીસની ટ્રાફિક મામલે ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. મોટાભાગનાં પોલીસવાળા જ ટ્રાફિકનાં નિયમોનું ચિરહરણ કરી રહ્યાં છે. રાજકોટનાં પોલીસમેન પર્સનલ ગાડીઓનાં કાચ પર કાળી ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, પોલીસ લખેલાં બોર્ડથી સીનસપાટા કરતાં જોવા મળે છે. ત્યારે ખરેખર તો રાજકોટ પોલીસે પહેલાં પોતાનાં સ્ટાફમાં જ ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકનાં નિયમન અંગે ક્લાસ લેવા જરૂરી બન્યા છે.
રાજકોટ ટ્રફિક પોલીસ અને આરટીઓ દ્વારા રમેશભાઈ એમ. છાયા ક્ધયા વિદ્યાલય, જસાણી ભવન, રાષ્ટ્રીય શાળા કેમ્પસ ખાતે માર્ગ અકસ્માત સેફ્ટી અવેરનેસ બાબતે ટ્રાફિક પોલીસે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વાહન ચલાવતી વખતે રસ્તા પર ક્યાં ક્યાં નિયમોનું પાલન કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જે.વી. શાહ, ટ્રાફિક એસીપી, જે બી ગઢવી સસ્તી પ્રસિદ્ધી મેળવવા પહોંચી ગયા હતા.