ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં હાલ ગુંડાગર્દી તથા આવારા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. તેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને લઈને પોલીસ કમિશનરના આદેશ મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાએ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અસામાજિક તત્વો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. ગુનાખોરીને ડામવા માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બે બનાવને લઈને રાજકોટ પોલીસ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ કરી રહ્યું છે. સામાન્ય નાગરિકોમાંથી આવારા તત્વોનો ભય નીકળે અને ગુનેગારોમાં ખાખીનો ખૌફ રહે તેવા હેતુથી પોલીસ દ્વારા આયોજન થઈ રહ્યા છે. આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.