By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor
Last updated: 2026/06/13 at 2:55 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

શાહબુદ્દીનભાઈ રાઠોડની એક જોક જાણીતી હતી કે ગુજરાતી નવલકથાઓમાં જે રંગીન, ભવ્ય વર્ણનો આવે એવું વાસ્તવિક જીવનમાં ક્યાંય કરતા ક્યાંય હોતું નથી

- Advertisement -

પણ આજના યુવાનો, જે મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ અને ઓનલાઇન એપ્લિકેશન થી સુખ સુવિધા વાળી લાઇફ જીવે છે એમને આ વાતની નથી ખબર … એ લોકો માને છે કે લાઇફ પરફેક્ટ હોવી જોઇએ, મોબાઈલ આઇ ફોન હોવો જોઈએ, લેપટોપ એપલ હોવું જોઈએ, ટુર તો યુરોપની હોવી જોઈએ

આ લોકો હપ્તા ભરીને કે આડા ધંધા કરીને પણ પોતાના કિંગ સાઈઝ સપના પુરા કરવા મથે છે.. બર્ન આઉટ થઈ જાય છે.
અને જે બિચારા આ બધું નથી કરી શકતા એ વાંઢા/અપરિણીત રહે છે અથવા તો પછી બાળકો નથી કરતા !!ભારત હવે વિકાસ નામની બુલેટ ટ્રેનમાં બેઠેલો દેશ છે. એટલે વિકાસની આડઅસર સ્વરૂપે ભારતમાં અપરિણીત લોકોની સંખ્યા વધી છે અને વધતી ચાલી છે. અમુક લોકો તો વળી “ડિન્ક” નામના કોન્સેપટમાં માનતા થયા છે.. ડિન્ક એટલે ડબલ ઇન્કમ, નો કિડ્સ. પરણવાનું ખરું પણ બાળકો નહિ કરવાના!! એવું એ લોકો એટલે કરે છે કે એમને એક પરફેક્ટ જીવ જોઈએ છે.. બધી સુખસુવિધા વાળું અને બાળકોની “કડાકૂટ” વિનાનું !! વિચારો ,બાળકોને “કડાકૂટ” માનવા વાળા લોકો પણ હોય છે.કેટલાય લોકો એવા છે જેમને લગ્ન કરવા છે પરંતુ થતા નથી. જો સારી રીતે ડેટા એકઠો કરવામાં આવે તો ખ્યાલ આવે કે વાંઢાપણું ભારતની એક મોટી સમસ્યાઓમાંથી એક છે જેને ઇગ્નોર કરી શકાય એમ નથી. ભારતના વિકાસની બુલેટ ટ્રેનના એન્જીન એવા આપણા શહેરો તો વળી વાંઢાપણાના કેન્દ્રો ગણી શકાય એટલી હદે ત્યાં અનમેરિડ લોકો મળી જાય. ગામડાઓમાં તો સ્થિતિ ઓર ખરાબ છે કેમકે ગામડામાં લોકોના લગ્નો થતા નથી.વિકાસનું એક મોટું લક્ષણ છે કે વિકાસનું ગર્ભાધાન હમેશા શહેરોમાં થાય છે એટલે લોકોને નાછૂટકે શહેરોમાં રોજીરોટી કમાવા સ્થળાન્તર કરવું પડે છે. ગામડાઓ ટીંબા બની જાય છે અને ત્યાં યુવાનોના લગ્ન થવા બહુ અઘરું થઇ પડે છે.આ સમસ્યાથી ભારત જ નહિ પણ દરેક વિકસિત દેશ પીડિત છે. બધે યુવાનો લગ્નો કરવાની ઉંમર વટાવી રહ્યા છે. અપરિણીત લોકોની સંખ્યા વધતી ચાલી છે. જાપાન અને ચીન જેવા દેશો તો લોકોને પરણવા અને બાળકો કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે !!

આ સમસ્યાના મૂળમાં એક નવો રોગ છે જેનું નામ છે : પર્ફેક્શનિઝમ એટલે કે પરફેક્ટ દેખાવાની સતત આવતી ખંજવાળ..

- Advertisement -

અમેરિકા અને બ્રિટનમાં યુવાનો ઉપર થયેલ રિસર્ચ બતાવે છે કે આજના યુવાનો સતત એક સ્ટ્રેસથી પીડાય છે જે છે પરફેક્ટ દેખાવાનો સ્ટ્રેસ !!
જેમ સમાજ વિકસિત થાય, સમૃદ્ધ થાય એમ એ સમાજના બાળકો ઉપર સતત “અપડેટેડ” રહેવાનો ભાર આવે છે .. બાળક હોય ત્યારથી સારા માર્ક્સ લાવાનું દબાણ ઉભું થાય છે .. છોકરીઓ ઉપર સુંદર, પરફેક્ટ ફિગર રાખવાનું પ્રેશર સોસાયટી અજાણપણે ઉભું કરે છે.. ગોરૂ દેખાવું જાણે ધર્મ હોય એમ બાળકીઓ ઉપર ગોરા દેખાવાનું જોર દેવામાં આવે છે .. છોકરાઓને સુદ્રઢ , માંસલ શરીર બનાવવા માટેના જીમ ડેવલપ થયા છે હવે તો !!
ઊંચા પગાર વાળી નોકરી, મોંઘી ગાડી, શહેરમાં એપાર્ટમેન્ટ કે બંગલો વગેરે આજે યુવાનો માટે લગ્ન કરવા માટેની બેઝિક શરતો છે !!બાપડો યુવાન કે બિચારી યુવતી સતત આ ચક્રમાં ફસાયેલા રહે છે. “સ્ત્રી સશક્તિકરણ” ના મીઠા સીરપ સાથે સ્ત્રીઓને રૂપિયા કમાવા જ પડે એવી માનસિકતાની કડવી દવા પણ પ્રેમથી પીવડાવી દેવાઈ છે. એટલે સ્ત્રીઓને સુંદર દેખાવાનું , જોબ કરવાની અને ઘર પણ સાચવવાનું ત્રેવડું બળ લગાડવાનું રહે છે. હવે માંડ એક બાળક કરતી અબળા સ્ત્રી આ ત્રેવડું પ્રેશર કેમ ઝીલે એ તો એનું મન જાણે ! શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી , ભોજ્યેષુ માતા એવી સ્ત્રી હવે પરફેલ્ટ બનવાની લ્હાયમાં કરણેષુ દાસી પણ બનવું પડે છે.સોશિયલ મીડિયાએ વળી આ બળતામાં ઘી હોમ્યું છે. લોકો શું કરતા હોય છે લે સોશિયલ મીડિયા ઉપર પોતાની પિક્ચર પરફેક્ટ લાઈફના ફોટા મુકતા હોય છે. અનેક ફોટામાંથી એક પરફેક્ટ શોટ લઈને એને ખુબ એડિટ કરીને, ફિલ્ટર મારી મારીને એને સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવે છે. પણ જોનાર માણસ ભૂલી જાય છે કે આ ફોટો એ પોસ્ટ કરનારની વાસ્તવિકતા નથી. યુવાનો આવી “પોઝિટિવ” પોસ્ટ્સ, રીલ્સ જોઈને સતત મથે છે કે પોતાના જીવનમાં પણ આવું “પરફેક્શન” આવી જાય ! (જે ખરેખર કદી શક્ય નથી !!)એક જાણીતા હાસ્યકાર કહેતા કે “ઝમાને કો બદલ દો, દુનિયા કો બદલ ડાલો”ની બૂમો પાડતા યુવાનોની બુદ્ધિ જ્યારે પરિપક્વ થાય ત્યારે એને ખબર પડે છે કે ઘરની દીવાલનો કલર બદલવાનું ય બહુ અઘરું છે , સમાજ બદલવાની વાત તો બહુ દૂરની હોય છે., પણ આજના યુવાનોને છત નો રોગ છે, લીલો દુકાળ છે.એક બટન દબાવીને કપડા થી લઈને કમ્પ્યુટર મંગાવી લેતા યુવાનોને આ વાત સમજાવી શકાય એમ નથી .. એમને હવે વાઘ લૌહી ચાખી ગયા જેવું થયું છે .એમને હવે એસી વિનાનો રૂમ, હાઈ ફાઈ ફીચર્સ વળી ગાડી, મોંઘા ફોન વેગેરે વિના નથી ચાલતું. સાવ ઓછી આવક ધરાવતા લોકો પણ ઈ એમ આઈ થી મોંઘાદાટ મોબાઈલ ખરીદે છે , સ્માર્ટ વોચ જાણે એની જરૂરીયાત હોય એમ પહેરી રાખે છે.ઓછી આવક અને મોટા ખર્ચ હોય એને લગ્ન કરવા કેમ પોસાય?પરફેકટ બનવાનો આ રાજરોગ જરાય નિર્દોષ નથી. લગ્ન વિચ્છેદ, તૂટતાં કુટુંબો , નબળા પડતા જતા સામાજિક સંબંધો, વર્ગોમાં વહેંચાતો જતો સમાજ થી લઈને નબળા બાળકો (મોટી ઉંમરે લગ્નો કરો તો પ્રજનન કોષોની ગુણવતા નબળી જ હોય તે સ્વાભાવિક છે), રોગિષ્ટ સમાજ જેવા અનેક અનિષ્ટ આ પરફેક્ટ થવાની લ્હાયમાં આપણે વહોરી લીધા છે.પરફેક્શન તો ઈશ્વરની રચનાઓમાં પણ નથી તો આપણે કોણ છીએ ? પરફેક્ટ થવાની ઘેલછામાં જીવનનો ખરો આનંદ ગુમાવીને અજંપામાં જીવવાને ઘણા વિકાસ કહે છે .. આ વિકાસ નથી, વિનાશ તરફની કૂચ છે.

 

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ
Next Article બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?