By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    14 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    13 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    13 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    14 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    14 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor
Last updated: 2026/08/13 at 2:58 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

લોકો દંડ ભરશે પણ હેલ્મેટ નહીં પહેરે! : 81% ટુ-વ્હીલરચાલકો હેલ્મેટ વિના અકસ્માતનો ભોગ બન્યા

ગુજરાતમાં રોજ સરેરાશ 8 ટુ-વ્હીલરચાલકના માર્ગ અકસ્માતથી મોત

- Advertisement -

2015માં 23183 દુર્ઘટનામાં 8119, જયારે 2025માં 16181 અકસ્માતમાં 7889 લોકો મોતને ભેટ્યા

ગુજરાતમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવા છતાં તેના અમલમાં હળવાશ અને વાહનચાલકોમાં બેદરકારીના કારણે માર્ગ સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં રજૂ
થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ટુ-વ્હીલરચાલકો સૌથી વધુ જોખમમાં છે. ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવવાની બેદરકારી અનેક પરિવારો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આંકડાકીય રિપોર્ટ
પ્રમાણે વર્ષ 2024 દરમિયાન માર્ગ અકસ્માતોમાં 7,678 લોકોના મોત નોંધાયા હતા, જેમાં ટુ-વ્હીલરચાલકોનો હિસ્સો 48.3 ટકા રહ્યો હતો. ટુ-વ્હીલર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી આશરે 81 ટકા વાહનચાલકોએ અકસ્માત
સમયે હેલ્મેટ પહેર્યું ન હોવાનું સામે આવ્યું હતું. એટલે કે માર્ગ અકસ્માતમાં ભોગ બનનારા દર 10 ટુ-વ્હીલરચાલકોમાંથી આશરે 8 ચાલકો હેલ્મેટ વિના હતા. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રીપોર્ટમાં ગુજરાતમાં 97 ટકા માર્ગ
અકસ્માત પાછળ ઓવરસ્પીડ જવાબદાર ગણવામાં આવી હતી.

માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે ગુજરાતમાં હેલ્મેટ અંગે વાહનચાલકોમાં હજુ પણ ગંભીર બેદરકારી જોવા મળે છે. અનેક લોકો દંડ ભરવાનું સ્વીકારી લે છે, પરંતુ હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આ સ્થિતિ કાયદાના અમલની
અસરકારકતા સામે પણ સવાલ ઊભો કરે છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ગંભીરતા માત્ર હેલ્મેટના મુદ્દા પૂરતી મર્યાદિત નથી. રિપોર્ટની સમીક્ષા દરમિયાન છેલ્લા ત્રણ વર્ષમાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 3.6 ટકાનો વધારો
અને ગંભીર ઈજાના કેસોમાં 12.4 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 2022થી 2025ના સમયગાળામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,678થી વધીને 7,889 થઈ છે. આ જ સમયગાળામાં ગંભીર રીતે
ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા 8,782થી વધીને 9,870 થઈ છે. એટલે કે માર્ગ અકસ્માતોમાં માત્ર મૃત્યુ જ નહીં, ગંભીર ઈજાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

- Advertisement -

ગુજરાતમાં એક તરફ કુલ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ બીજી તરફ અકસ્માતો વધુ જીવલેણ બની રહ્યા છે. વર્ષ 2015માં રાજ્યમાં 23,183 માર્ગ અકસ્માતોમાં 8,119 લોકોનાં મોત થયા હતા. તે સમયે
કુલ અકસ્માતોમાં આશરે 35 ટકા અકસ્માતો જીવલેણ હતા. તેની સામે વર્ષ 2025માં કુલ 16,181 માર્ગ અકસ્માતોમાં 7,889 લોકોનાં મોત થયા હતા. આમ કુલ અકસ્માતોની સંખ્યા ઘટી હોવા છતાં જીવલેણ અકસ્માતોની
ટકાવારી વધીને 48.7 ટકા થઈ છે. આ પરિસ્થિતિ માર્ગ સલામતીના પગલાંની અસરકારકતા અંગે ગંભીર ચિંતાનો વિષય બની છે.

રિપોર્ટ મુજબ રાજ્યના 17 જિલ્લાઓમાં જ આશરે 60 ટકા જીવલેણ માર્ગ અકસ્માતો નોંધાયા છે. 2022થી 2025ના ત્રણ વર્ષના ગાળામાં સાબરકાંઠા જિલ્લામાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.ભરૂચ
જિલ્લામાં જીવલેણ અકસ્માતોમાં 29 ટકા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેર અને સુરત શહેરમાં વર્ષ 2025 દરમિયાન 300થી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં મોતને
ભેટ્યા હતા. અમદાવાદ શહેરમાં જીવલેણ અકસ્માતોમાં 17 ટકા અને સુરત શહેરમાં 14 ટકાનો વધારો નોંધાયો હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

માર્ગ સુરક્ષા નિષ્ણાતોએ મહત્વનું સૂચન કરતાં જણાવ્યું છે કે દરેક જીવલેણ અકસ્માત પાછળ માત્ર હેલ્મેટ ન પહેરવું અથવા ઓવરસ્પીડ જ કારણ હોય એવું જરૂરી નથી. અકસ્માતના મૂળ કારણ સુધી પહોંચવા માટે દરેક ગંભીર
અકસ્માતની યોગ્ય અને વૈજ્ઞાનિક તપાસ થવી જરૂરી છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોના રિપોર્ટમાં ગુજરાતમાં 97 ટકા માર્ગ અકસ્માત પાછળ ઓવરસ્પીડને જવાબદાર ગણાવવામાં આવી છે. જોકે નિષ્ણાતોના મતે અકસ્માતની
તપાસ દરમિયાન રસ્તાની સ્થિતિ, વાહનની યાંત્રિક ખામી, ડ્રાઇવરની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થા, રસ્તા પરનું પ્રકાશ વ્યવસ્થાપન અને અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.

ગુજરાતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નથી. કાયદાનો કડક અને સતત અમલ, હેલ્મેટની ગુણવત્તા અંગે જાગૃતિ, પાછળ બેસનાર માટે પણ હેલ્મેટનો ફરજિયાત અમલ, ઓવરસ્પીડ સામે
કાર્યવાહી તથા અકસ્માતપ્રવણ વિસ્તારોમાં સુધારાત્મક કામગીરી એકસાથે કરવાની જરૂર છે. માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે હેલ્મેટ માત્ર પોલીસના દંડથી બચવા માટે પહેરવાની વસ્તુ નથી, પરંતુ અકસ્માત સમયે જીવન
બચાવતું સુરક્ષા સાધન છે. તેથી હેલ્મેટ અંગેની માનસિકતા બદલવી અને નિયમપાલનને દંડના ભયને બદલે જીવન સુરક્ષા સાથે જોડવું હવે સમયની માંગ બની છે.

માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનાર તથા ઈજાગ્રસ્તોમાં ટુ-વ્હીલરચાલકોનો હિસ્સો સૌથી મોટો છે.
રિપોર્ટ મુજબ અકસ્માતના ભોગ બનેલા લોકોમાં 22.6 ટકા રાહદારીઓ, 12.4 ટકા કાર સવાર, 7.4 ટકા ટ્રક સવાર અને 9.3 ટકા અન્ય વાહનોના મુસાફરોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે માર્ગ સુરક્ષા માટે માત્ર
વાહનચાલકો જ નહીં, પરંતુ રાહદારીઓ સહિત તમામ વર્ગમાં જાગૃતિ વધારવાની જરૂર છે. ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી માથામાં થતી ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.

માત્ર ઇ-ચલણ મોકલીને નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે
માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે માત્ર ઇ-ચલણ મોકલીને નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થળ પર જ દંડની કાર્યવાહી ઉપરાંત વાહનના અન્ય વ્યવહારો સાથે નિયમભંગને જોડતી અસરકારક ડિજિટલ સિસ્ટમ
વિકસાવવાની પણ જરૂરિયાત દર્શાવવામાં આવી છે. માત્ર દંડ ભરવાથી નિયમભંગની ટેવ ન બદલાય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન સંબંધિત સેવાઓ અથવા અન્ય કાનૂની પ્રક્રિયા સાથે કડક કાર્યવાહી જોડવાની જરૂર હોવાનું
માનવામાં આવે છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
Next Article રાજકોટમાં ચોરી ચપાટી કરતા પિતાને સુધરવાની સલાહ આપતા પુત્રને બાપે હથોડા ફટકારી પતાવી દીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?