વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ નાગરિક બનાવવા છજજ પ્રેરિત સંસ્થાનો અનોખો પ્રકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) પ્રેરિત ગૠઘ “માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠી રાજકોટ” દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે રાજકોટની 100 શાળાઓમાં ’શાળા સંપર્ક પ્રકલ્પ’ શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ધ્યેય ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને નાગરિક કર્તવ્ય પ્રત્યે જાગૃત કરી, તેમને સંસ્કારી અને રાષ્ટ્રભક્ત નાગરિક બનાવવાનો છે.
આ પ્રકલ્પ હેઠળ વિનય અને વિવેકયુક્ત ઊર્જાવાન વિદ્યાર્થીઓનું નિર્માણ કરવાનો પ્રયાસ છે. પાયાના સંસ્કારો જેવા કે માતા-પિતાને પ્રણામ, જન્મદિવસની ભારતીય પદ્ધતિથી ઉજવણી અને ટ્રાફિક નિયમોનું પાલન વગેરે બાબતો બાળકોના માનસમાં ઉતારવા માટે સંસ્થાના અગ્રણીઓ દીપકભાઈ પટેલ, ડો. નવલ શીલુ અને હાર્દિકભાઈ વ્યાસ
પ્રયત્નશીલ છે.
રાજકોટની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો
કર્ણાવતી સ્કૂલ: ડો. એન. ડી. શીલુ અને વક્તા વિપુલભાઈ ભોજાણીએ સમયપાલન, શિસ્ત અને ભારતીય વિજ્ઞાનની સનાતન પરંપરા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
- Advertisement -
કોસ્મિક સ્કૂલ: 800થી વધુ વિદ્યાર્થીઓને કિશનભાઈ અભાણીએ નાગરિક કર્તવ્ય અને ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું.
ડો. સુભાષ ક્ધયા વિદ્યાલય: ડો. ધરાબેન ઠાકરે 600થી વધુ ક્ધયાઓને 16 સંસ્કાર, પરિવારની પ્રતિષ્ઠા અને મોબાઈલના મર્યાદિત ઉપયોગ અંગે શીખ આપી.
સનરાઈઝ સ્કૂલ: એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ ભણતર, ગણતર અને ઘડતરનો તફાવત સમજાવી વિદ્યાર્થીઓને કર્તવ્ય પાલનના શપથ લેવડાવ્યા.
કેતન ક્ધયા વિદ્યાલય: પ્રોફેસર ડો. એ. ડી. પરમારે ’વિદ્યાર્થી કાળમાં આરામ નહીં પણ લક્ષ્ય પ્રાપ્તિ’ અને નવી શિક્ષણ નીતિના મહત્વ પર ભાર મૂક્યો.
જ્ઞાનદીપ વિદ્યાલય: વિપુલભાઈ ભોજાણી અને વિરમભાઈ રાઠોડે મોબાઈલના વ્યસનથી દૂર રહી પરિવાર સાથે સમય વિતાવવા અને સખત પરિશ્રમ કરવા પ્રેરણા આપી.



