By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરશુરામ એવોર્ડ 2024 પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પ્રતિભાઓને એવોર્ડ અર્પણ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પરશુરામ એવોર્ડ 2024 પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પ્રતિભાઓને એવોર્ડ અર્પણ કરાશે
રાજકોટ

પરશુરામ એવોર્ડ 2024 પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા પ્રતિભાઓને એવોર્ડ અર્પણ કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/03/30 at 5:29 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2024

પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનાં જન્મદિવસ નીમીત્તે યોજાશે

- Advertisement -

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટનાં ઉપક્રમે આગામી તા.0ર/04/ર0ર4નો મંગળવારનાં રોજ કાલાવડ રોડ રાજકોટ ખાતેનાં બોચાસણવાસી અક્ષ્ારપુરષોતમ સંસ્થા સ્વામીનારાયણ મંદિર ખાતે સંસ્થાનાં આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ ર0ર4 યોજાય રહયો છે. બ્રહ્મસમાજની અડીખમ સેવાનો ભેખ ધારી, સમાજ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર, શ્રેષ્ઠ કાનુનવિદ, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવા બ્રહ્મતેજનો તણખો સમાન, બ્રહ્મસમાજનો મોભી અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજે વર્ષ-1989 માં પરશુરામ યુવા સંસ્થાનની બુનીયાદ નાંખી ભારતવર્ષમાં સૌપ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા અભયભાઈ દ્વારા ઉના ખાતેથી પ્રારંભ કરવામાં આવી. બ્રહ્મપતિભાઓ કે જેમનું સમાજમાં વિશીષ્ઠ અને મુઠી ઉચેરૂ યોગદાન હોય, એવા વ્યક્તિ વિશેષ એવા બ્રહ્મ-કર્મયોગીઓને સન્માન વડે વિભુષિત કરવાની પરંપરા અભયભાઈનો વિચારથી શરૂ કરવામાં આવી હતી. અભયભાઈના કૈલાશ પ્રયાણ બાદ આ પરંપરાને કાર્યરત રાખવા છેલ્લા ત્રણ વર્ષથી પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજીત કરે છે પ્રતિવર્ષથી અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને પરશુરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.0ર/04/ર0ર4 ના અભયભાઈના જન્મ દિવસ નિમિત્તે બ્રહ્મસમાજમાં પોતાનું વિશીષ્ઠ યોગદાન આપનાર પાંચ ભૂદેવ પ્રતિભાઓને પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ કાર્યક્રમનાં અધ્યક્ષ્ા પદે કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહેશેે. સમારોહનું ઉદઘાટન અભયભાઈના સાથી અને પરમમિત્ર વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજયના શુભ હસ્તે કરવામાં આવશે. સમારોહનુ દીપ પ્રાગટય પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, કોઠારી સ્વામીશ્રી, ખબ.ક સ્વામિનારાયણ મંદિર, રાજકોટના વરદહસ્તેથી કરવામાં આવશે. ત્યારબાદ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનો પ્રારંભ થશે. ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પૂ. અપૂર્વમુની સ્વામી અને પ્રસિદ્ઘ ભાગવતાચાર્ય, પૂ. ચૈતન્યશંભુ મહારાજ પોતાના આશીર્વચન પાઠવશે. આ સમારોહ દરમ્યાન જે સંતોનુ પાવન સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે તેમાં પૂજય જેન્તિરામ બાપા(સંત પુરણ ધામ ધુનડા), પૂજય ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ) અને પૂજય રમેશભાઈ શુકલ(કાલભૈરવ મંદિર, પાલીતાણા)ની પાવન ઉપસ્થિતીમાં સંપૂર્ણ સમારોહ યોજાશે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં રામભાઈ મોકરીયા (સાંસદ લોક્સભા), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), રમેશભાઈ ટીલાળા(ધારાસભ્ય) અને શ્રીમતી દર્શિતાબેન શાહ(ધારાસભ્ય) ઉપસ્થિત રહેશે. સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે છેલભાઈ જોષી(બ્રહ્મ અગ્રણીસૌરાષ્ટ્ર-કચ્છ), નિતિનભાઈ ભારદ્વાજ(પ્રદેશ ભાજપ અને બ્રહ્મ અગ્રણીશ્રી) અને પંકજભાઈ ભટૃ(મ્યુઝિક ડાયરેકટર) પધારવાના છે. કાર્યક્રમના પ્રારંભમાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી હાસ્ય રસ પીરસશે. ત્યારબાદ સુપ્રસિધ્ધ લોકગાયકો તુષારભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન પંડયા તથા ચૈતાલીબેન છાયાં પોતાના બ્રહ્મગૌરવ ઉજાગર કરતા ગીતોની પ્રસ્તુતી કરશે.

અંશ ભારદ્વાજ, નિરંજન દવે, જયેશ ભટ્ટ , અતુલ જોશી, કુણાલ દવે, ભાવિન શુકલ, નિલેશ ભટ્ટ, મિહિર શુકલ, અમિત જોશી અને રુચિર પંડ્યા વગેરેએ ખાસ-ખબર કાર્યાલય પધારી કાર્યક્રમની વિગતો જણાવી હતી.

વિભાવરી બેન દવે
વિભાવરીબેન દવે સમગ્ર બ્રહ્મસમાજમાં એક ઝળક્તું નારી રત્ન છે. તેઓની બહુમુખી પ્રતિભા વિવિધ ક્ષ્ોત્રે ઝળકી ઉઠી છે. વિભાવરીબેનેે સામાજીક, રાજકીય અને શૈક્ષ્ાણીક ક્ષ્ોત્રે વૈવિધ્યપુર્ણ કાર્ય કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર મુકામે અનેક વખત સુગઠનના વિવિધ પદો ઉપર રહયા છે. કોર્પોરેટર તરીકે ભાવનગરમાં સફળ કામગીરી પ્રથમ મહિલા મેયર તરીકે પસંદગી મેળવી હતી. તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પદે ચુંટાતા રહયા છે. તે જ તેઓની લોકપ્રિયતાની પારા શીશી છે. ગુજરાતના સંસદીય સચિવ બનનાર સૌ પ્રથમ બ્રહ્મ મહિલા હતા. ગુજરાત રાજયના મંત્રી મંડળમાં તેમણે કેબીનેટ મંત્રી તરીકે સફળ કામગીરી બજાવી છે. સામાજીક ક્ષ્ોત્રે આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફમાં સેવા આપી અને માવતર નામની સંસ્થા સ્થાપેલી છે. તેઓ મહિલા તરીકે નિડરતાના ગુણો ધરાવે છે. શહેરની ગુંડાગીરી સામે તેઓ કહેતા કે, કોઈની ગેરકાયદેસર દાદાગીરી ચાલી શકે નહીં. કાયદો અને વ્યવસ્થાના આગ્રહી વિભાવરીબેન હંમેશા કહેતા કે, શહેરમાં બે જ દાદા હોય શકે, હનુમાન દાદા અને શંકર દાદા આ નિડરતા એક બ્રહ્મ મહિલા તરીકે તેઓમાં ભરપુર જોવા મળતી હતી નિડરતા અને નિર્ભયતાથી તેઓએ બ્રાહ્મણ અને સમાજની તમામ મહિલાઓ અને દિકરીઓને જાગૃત રહેવા સલાહ આપી છે. ભાવનગરમાં કેન્સર હોસ્પિટલની સ્થાપનામાં વિભાવરીબેને અગ્રીમ ભાગ ભજવ્યો તે ઉપરાંત ભાવનગરમાં 1008 સીટનું ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી બનાવવામાં નિમીત બન્યા છે. ભાવનગરનાં કંસારા કોઠાનું નવિનીકરણ કરી નવ થી વધુ તળાવો સજીવ ર્ક્યા અને ચારથી વધુ તળાવોનો વિકાસ ર્ક્યો.

- Advertisement -

જગદીશભાઈ આચાર્ય
બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ જગદીશભાઈ આચાર્ય એ સૌરાષ્ટ્રમાં એક પીઢ પત્રકાર, કટાર લેખક અને રાજકીય વિશ્લેપક તરીકે જે પ્રસિધ્ધી પ્રાપ્ત કરી તે પુરા બ્રાહ્મણ સમાજ માટે ગૌરવપ્રદ બાબત છે. ર0 વર્ષથી વધુ સમય તેમણે ફુલછાબમાં અને 1પ વર્ષની વધુ સમય તેમણે દિવ્ય ભાસ્કર અખબારમાં ન્યુઝ એડીટર તરીકે ફરજ બજાવી છે. સમાજ જાગૃતિના પ્રહરી તરીકે તેમણે મોટું નામ ઉભું ર્ક્યુ છે. અખબારી પ્રતિનીધીઓની અને એજન્ટોનું સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠન તેઓના પ્રયાસથી ઉભું થયુ છે. ગુજરાતમાં દુષ્કાળ પડયો ત્યારે ફુલછાબ અખબાર દ્રારા જળસેવાનું આયોજન આપની દેખરેખમાં કરવામાં આવ્યુ હતું. આપના આ સતકાર્યોની નોંધ તે વખતે દેશ-વિદેશના પ્રિન્ટ અને ઈલકટ્રોનીક મિડીયાએ લીધેલ હતી. દેશની ટોચની ન્યુઝ ચેનલોએ દુષ્કાળનો સામનો કરવામાં તેઓએ કરેલી જળસેવાની નોંધ લીધી હતી. કારગીલ યુધ્ધ વખતે આપે લખેલ અહેવાલો વાંચીને તેમાંથી પે્રરણા મેળવીને કરોડો રૂપીયાનું વિક્રમ સર્જક ભંડોળ એકત્ર કરી ફુલછાબ દ્વારા પે્રરીત આ અભિયાન અંતર્ગત દેશના સેન્યને અમુલ્ય યોગદાન આપ્યુ છે. રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ મળે તે માટે પ્રિન્ટ મિડીયાના માધ્યમથી જગદીશભાઈ આચાર્ય એ સંનિષ્ઠ અને વિધેયાત્મક પ્રયાસો હાથ ધર્યા જે સફળ રહયા ભોપાલ ખાતે દૈનિક ભાસ્કર ગુ્રપ આયોજીત મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ સમિટમાં ડેલ કારનેગી ઈન્સ્ટીટયુટ તરફથી વિશેષ સન્માનીત ર્ક્યા હતા. જગદીશભાઈ આચાર્યનાં આશરે રપ00 થી વધારે લેખો પ્રસિધ્ધ થયા છે. હાલ જગદીશભાઈ આચાર્ય વોઈસ ઓફ ડે અખબારમાં સલાહકાર તરીકે સેવા આપી રહયા છે. અબુધાબી ખાતે યોજાયેલ વર્લ્ડ મિડીયા કોંગ્રેસમાં તેઓએ ભાગ લીધેલ હતો. દાદા તરીકે હુલામણા નામે પત્રકાર જગતમાં પ્રસિધ્ધ છે. આ સમારોહને સફળ બનાવવાનો ધ્યેયથી આયોજનોદર શરૂ થઈ ગયુ છે. બ્રહ્મસમાજનો વિવિધ તડગોળના પ્રમુખો, હોદેદારો, બ્રહ્મસમાજના વિવિધ સંસ્થાના અગ્રણીઓની બેઠકો યોજાઈ ગઈ જેમાં તમામ બ્રહ્મઅગ્રણીઓને તા.0ર/04/ર0ર4નો પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવવા સંકલ્પ લીધો છે. વ્યવસાયના ભાગરૂપે વિવિધ બ્રહ્મ કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આપેલ છે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-ર0ર4 સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફિસ ટીમ અને નિરંજનભાઈ દવે, પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમરક્સી છે.

મનેશભાઈ માદેકા
મનેશભાઈ એક બ્રાહ્મણ ઉદ્યોગપતિ તરીકે શુન્યમાંથી સર્જન ર્ક્યું છે. તેમ કહી શકાય કેમ કે, ફક્ત નજીવી મુડીથી ઉતરોતર પ્રગતિ કરીએ તેઓ આધુનિક રોલેક્સ રીંગ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા તેમની કુશળતા અને દીર્ધ દ્રષ્ટી સુચવે છે બ્રહ્મઉદ્યોગ સાહસીક તરીકે તેમને અનેક બ્રાહ્મણ યુવકોને વ્યવસાય રોજગાર અને નોકરીમાં ભરપુર સહાય કરી છે. અસંખ્ય બ્રાહ્મણ બાળકોના શિક્ષ્ાણ ખર્ચ પોતે ભોગવીને આવા બાળકોને શિક્ષ્ાીત ર્ક્યા છે. રોલેક્સ રીગના સર્વે કર્મચારીઓ સાથે તેઓનો માનવીય અભીગમ પ્રશંશા પાત્ર છે. કોમ્પ્યુટરાઈઝ મશીન દ્વારા બેરીંગ રીંગ્ઝનું ઉત્પાદન કરી વિવિધ દેશોમાં એુક્સપોર્ટ કરીને બ્રહ્મ ઉદ્યોગપતિ તરીકે ઉદ્યોગ જગતમાં સારું નામ કમાઈ શક્યા છે. તે સાથે જ અનેક બ્રાહ્મણ પરિવારોને આર્થિક મદદ કરી તેઓના આશીર્વાદ લીધા છે. સમાજના પ્રત્યેક વર્ગ માટે મનેશભાઈ લાગણી સભર વ્યવહાર રાખે છે. કોરોના સમયે એક હોસ્પિટલ ઉભી કરી લોકોને તબીબી સારવાર સુલભ બને તે માટે અગે્રસર રહયા હતા. ગિરગંગા પ્રોજેકટ, થેલેસેમીયા પીડીત બાળકોની પ્રવૃતીમાં તેમણે માતબર દાન આપેલ છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે અને વિજયભાઈ રુપાણીએ તેમનું વ્યક્તિગત સન્માન કરીને તેઓની સેવાભાવનાની કદર કરી છે.

ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી
ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફક્ત રાજકોટના નહીં પરંતુ, પુરા ગુજરાત રાજયમાં નિષ્ણાંત ન્યુરોસર્જન તરીકે પ્રસિધ્ધ છે. તેઓના તબિબી જ્ઞાનથી અનેક લોકોને નવું જીવન મળ્યુ છે. તબિબી વ્યવસાયના માધ્યમને સેવા અને માનવતાનું માધ્યમ બનાવી તેઓએ બ્રાહ્મણ પરીવારની અને સમગ્ર સમાજની અવિરત સેવા કરી છે. ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી એટલે બાહીશ તબિબ, નિષ્ઠાવાન અને સમર્પિત બ્રહ્મરત્ન એ દરજજો તેઓની વિશેષતા છે. માનવીય મુલ્યો એક ડોકટર તરીકે આપે ખુબ જ જાળવ્યા છે. પ્રતિષ્ઠીત ન્યુરોસર્જન હોવાને કારણે તેઓ નામાંક્તિ છે. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તબિબી ક્ષ્ોત્રમાં આપના રીસર્ચ પેપર પણ રજુ થયેલા છે. મુંબઈ ખાતે સર્જરીમાં એમ઼સી.એસ. કરીને સુપ્રસિધ્ધ હિન્દુજા હોસ્પિટલ મુંબઈ ખાતે તેમણે સર્વ પ્રથમ ન્યુરોસર્જન તરીકે સેવાઓ આપેલી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાઓ જનજાગૃતીના કાર્યમાં ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીને જોડાવવાનું કહયું હતું. સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના તેઓ પ્રમુખ રહી ચુકેલ છે. જેલના કેદીઓને રોગોનું નિદાન કરવામાં પણ સિનીયર મોસ્ટ ન્યુરો સર્જન તરીકે તેઓએ માનવીય કામગીરી બજાવી છે આ ઉપરાંત બુક વિમોચન, બ્લડ ડોનેશન, મોટીવેશન પ્રોગ્રામ, વિધવા સહાય, મેડીકલ સહાય, આર્થિક સહાય જેવા માનવીય કાર્યમાં તેઓ સદા અગે્રસર રહયા છે. બ્રહ્મસમાજ રાજકોટમાં તડગોળમાંથી એકટીવ મેમ્બર તરીકે તેમણે સામાજીક ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે. બ્રાહ્મણો માટે ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ હંમેશા માનવીય અભિગમ રાખ્યો છે. જેના પરીણામે તેઓ અનેક બ્રહ્મ પરીવારો માં લોકપ્રિય રહયા છે. બ્રાહ્મણ પરીવારોમાં સારા માઠા પ્રસંગે સહાયરુપ બની અને હુંફ આપવી જેવા ઉમદા કાર્યો તેમણે સુપેરે બજાવેલ છે.

સાંઈરામ દવે
હાસ્ય અને લોક સાહિત્ય ક્ષ્ોત્રે સાંઈરામ દવે નું નામ ખુબ જ સન્માનપુર્વક લેવાય છે તેઓ અત્યંત લોકપ્રિય છેે તેમણે બ્રાહ્મણ પરીવારોના સર્વાંગી રીતે વિક્સીત કરવામાં પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છુે. હાસ્ય કલાકાર અને શિક્ષ્ાણવિદ તરીકે તેમનું નામ અગ્રસ્થાને લેવાય છે. આશરે 3000 થી વધુ જાહેર કાર્યક્રમો, અનેક ઓડીયો વિડીયો આલ્બમના માધ્યમથી તે સુપ્રસિધ્ધ બન્યા છે. સમગ્ર બ્રહ્મ સમાજને તેમના પર ગૌરવની લાગણી છે. સાંઈરામભાઈએ રર જેટલા પુસ્તકો પ્રસિધ્ધ ર્ક્યા છે. એજયુકેશન ફોર બીલીયન્સ પર વક્તવ્ય બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાંઈરામભાઈને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રદાન કરી સન્માનીત ર્ક્યા છે. ગુજરાતના તત્કાલીન રાજયપાલ ઓ.પી.કોહલી સાહેબે સાંઈરામભાઈને જવેલ ઓફ ગુજરાત અને ગુજરાત ગ્લોરી જેવા એવોર્ડ થી સન્માનીત ર્ક્યા છે.સાંઈરામભાઈએ ગરીબ અને વંચિત બાળકોને દુશદર્શન ના કાર્યક્રમો માં લઈ જઈ બાળ પ્રોત્સાહન નું કાર્ય ર્ક્યુ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના પાઠયપુસ્તકોમાં સાંઈરામભાઈના કાવ્યોને સ્થાન મળ્યું છે. રાજકોટ ખાતે નચિકેતા સ્કુલ નામે ભારતીય મુલ્યો આધારીત સ્કુલ સાંઈરામભાઈએ સ્થાપેલ છે. સોશિયલ મિડીયામાં સાંઈરામભાઈ ના આશરે 30 લાખ થી વધુ ફોલોઅર છે. તેમની યુ ટયુબ ચેનલ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. વિરાંજલી નામનો સૌથી પહેલો મલ્ટિમીડીયા શો સાંઈરામભાઈ એ લખેલો છે. જેના દવારા 17 કાર્યક્રમો આપી ગુજરાતની પ્રજાના દિલમાં દેશપ્રેમની ભાવના જગાવવા પ્રસંશનીય કાર્ય ર્ક્યુ છે. બ્રહ્મસમાજ અને સમાજના દરેક વર્ગ માટે તન, મન અને ધન થી સેવા કરેલ છે.

 

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: AWARD, ParashuramYuvaSansthanRajkot, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીરગઢડા ખાતે જંગલ વિભાગના પ્રશ્નનોને લઇને ફરેડાના લોકોનો ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ
Next Article આર્થિક વિકાસ-રોજગાર તેમજ પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?