આજી ડેમની સપાટી અંગે માહિતી મેળવી: હાલ ૨૯.૫ ફૂટ પાણી ભરેલ છે
સમગ્ર રાજ્યમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૩૦-૦૯-૨૦૨૧ના રોજ આજી નદી પાસેના નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ આજી ડેમની જળ સપાટી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી જે હાલ ૨૯.૫ ફૂટ ડેમાંમાં પાણી ભરેલ છે.

- Advertisement -
આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટની આજી નદીના કાંઠા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ વિશે જાણી હતી. નીચાણવાળા વિસ્તારમાં આવશ્યક પગલાં લેવા મ્યુનિ. કમિશનર એ સંબધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી.

મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે ચીફ ફાયર ઓફિસર આઈ. વી ખેર, નાયબ ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



