ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના રસ્તાઓની મરામતની ચાલુ કામગીરી નિહાળી
ભારે વરસાદના કારણે શહેરના વિવિધ રસ્તાઓને નુકશાન થયેલ છે જેના અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ દિવસ-રાત કામગીરી ચાલુ રાખી તાત્કાલિક રોડ રસ્તાને રિસ્ટોરેશન કરવા સુચના આપવામાં આવેલ છે. હાલ કામગીરી પુરજોશ ચાલી રહી છે.

- Advertisement -
તા. ૦૧-૧૦-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ઈસ્ટ ઝોન વિસ્તારના વિવિધ રસ્તા પર બોક્સ કટિંગથી મેટલ પેચની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. આજે સવારે મ્યુનિ. કમિશનર એ ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડની મુલાકાત લઇ રસ્તાઓની મરામતની ચાલુ કામગીરી નિહાળી હતી.

મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં. ૪માં બેડી ચોકડી થી મોરબી રોડ, જુના જકાતનાકા રોડ, જુનો મોરબી રોડ, વોર્ડ નં. ૫માં પેડક રોડ, સંત કબીર રોડ, દૂધ સાગર રોડ, ભાવનગર રોડ, વોર્ડ નં. ૧૫માં અમુલ સર્કલ પાસેનો રોડ, ૮૦ ફૂટ રોડ, વોર્ડ નં. ૧૮માં કોઠારીયા વિસ્તારના વિવિધ રસ્તાઓ તેમજ ગોંડલ ચોકડીથી ગોંડલ રોડ થઈને ઢેબર રોડ પર ચાલુ કામગીરી નિહાળી હતી.
- Advertisement -
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે પી. એ. ટુ કમિશનર એન. કે. રામાનુજ, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, ડે. સિટી એન્જી. શૈલેશ સીતાપરા, જતીન પંડ્યા, આર. બી. સોલંકી, મહેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.



