રાજકોટ :- ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ નિમિત્તે આઝાદીની ચળવળમાં ભાગ લેનારા લડવૈયાઓને યાદ કરાઇ રહ્યા છે, ત્યારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’નાં ભાગ રૂપે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં આઝાદીની ચળવળમાં મહત્વનો ફાળો આપેલ લડવૈયાઓને આ મહોત્સવમાં યાદ કરી માન-સન્માન આપવાનો પ્રયાસ હાથ ધરેલ છે. જેના ભાગરૂપે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ નરોત્તમભાઇ અનડકટના પરીવારજન તેમજ તેમની પુત્રી ઉષાબેનને નરોત્તમભાઇ અનડકટના ફોટાવાળી માય સ્ટેમ્પ સિનિયર પોસ્ટ માસ્ટર જે.આઇ.મન્સૂરી દ્વારા સમર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોસ્ટ વિભાગના કર્મચારી તેમજ નરોત્તમભાઇ અનડકટના પરિવારજનોની હાજરીમાં તામ્રપત્રક ધારક નરોત્તમભાઇ અનરકટની દેશની સ્વતંત્ર ચળવળમાં આપેલી કામગીરીના સ્મૃતિ પ્રસંગો યાદ કરાયા હતા, તેમ સીની.પોસ્ટ માસ્ટર, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.



