By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    14 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    14 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કલામહોત્સવ ‘સપ્તસંગીતિ’: કલાને સમર્પિત 40થી વધુ ખ્યાતનામ કલાકારોને માણવાનો અવિસ્મરણીય અવસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કલામહોત્સવ ‘સપ્તસંગીતિ’: કલાને સમર્પિત 40થી વધુ ખ્યાતનામ કલાકારોને માણવાનો અવિસ્મરણીય અવસર
રાજકોટ

કલામહોત્સવ ‘સપ્તસંગીતિ’: કલાને સમર્પિત 40થી વધુ ખ્યાતનામ કલાકારોને માણવાનો અવિસ્મરણીય અવસર

Khaskhabar Editor
Last updated: 2025/12/03 at 4:27 PM
Khaskhabar Editor 10 months ago
Share
11 Min Read
SHARE

સતત એક સપ્તાહ સ્વર, લય અને ભાવમાં રાજકોટવાસીઓને તરબોળ કરશે કલાકારો

રાજકોટને કલા નગરીની ઓળખ અપાવતા અને રાજકોટની શાન સમા નિઓ રાજકોટ ફાઉન્ડેશન પ્રયોજીત

- Advertisement -

ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો શરણાઇ, દુક્ક્ડ, મકરંદિકા ગીટાર, જેમ્બે, પીયાનો, સારંગી, મોહન વીણાની રજૂઆત કલા રસિકોને ડોલાવશે

શરણાઈનો સુર ભારતીય પરંપરા – પવિત્રતાનું પ્રતિક હોય ‘સપ્ત સંગીતિ’ મહોત્સવનો પ્રારંભ શરણાઈવાદનથી થશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ’સપ્ત-સંગીતિ-2026’ ની આઠમી આવૃતિના આયોજનની તૈયારીઓ પુરજોશ સાથે શરુ કરી દેવામાં આવી છે. 2026 થી શરુ થતા નવા વર્ષમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તા. 2 થી 8 દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાત દિવસના 14 સેશન્સમાં અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો અને તેમના સહ-કલાકારો સહિત 40 જેટલા કલાકારો કલાની પ્રસ્તુતી કરશે. સાથે જ સપ્ત સંગીતિની પરંપરા અનુસાર બે સેશનમાં કાર્યક્રમો રજૂ કરાશે.
સમાજ સેવા, શિક્ષણ તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને અનોખી રીતે કરી રાજકોટને કલા નગરીની ઓળખ આપવા માટે પ્રયત્નશીલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન વર્ષ 2017 થી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય સંગીતના સુર અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં કોરોનાના વર્ષ 2021 અને 2022 દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. જયારે સાત વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ આઠમાં વર્ષમાં સાત દિવસ દરમ્યાન મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ 40 થી વધુ કલાકારો શ્રોતાઓને કલાનું રસપાન કરાવશે. આ વર્ષે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોમાં પં. રાજેન્દ્ર પ્રસન્ના, માલીની અવસ્થી, ઉ. સુજાત ખાન, રિતેશ અને રજનીશ મિશ્રા, પં. વિશ્વમોહન ભટ્ટ અને સુ.શ્રી. કૌશિકિ ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. અગાઉના વર્ષો દરમ્યાન અહીં પધારતા દેશના ટોચના કલાકારો સાથે રાજકોટના કલાપીપાસુઓને મેળવી, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પ્રયાસોના ભાગ રુપે વર્કશોપ અને સેશનના આયોજનો પણ કરવામાં આવ્યા હત્તા, જે અંગે આ વર્ષે પણ પ્રયાસો કરાશે.
સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજી, પં. હરિપ્રસાદ ચૌરસિયાજી, બેગમ પરવીન સુલતાના, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, ઉસ્તાદ રશીદ ખાન, સુ.શ્રી. ડો. એન. રાજમ, સુ.શ્રી. શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, શ્રી અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, શ્રી પુરબયાન ચેટરજી, શ્રી ગુંડેચા બ્રઘર્સ, શ્રી રોનુ મજુમદાર, પં. રાકેશ ચોરસીયા, પં. દેબોજયોતિ બોસ, પં. દેબાશિષ ભટ્ટાચાર્ય જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ પ્રાપ્ત કરવાનો મોકો નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર “સપ્ત સંગીતિ 2026” માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોના બીજા સત્રની તારીખવાર સુચી આ મુજબ છે: જેમાં તા 02 જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીના શરણાઈ વાદન અને બાંસુરીવાદનથી થશે. શરણાઈનો નાદ પરંપરા અને પવિત્રતાનું પ્રતિક છે અને કલામહોત્સવની શુભમંગલ શરુઆત શરણાઈથી વિશેષ બીજી શું હોઈ શકે! પ્રથમ બાંસુરીવાદનમાં પં. રાજેન્દ્ર પ્રસન્ના સાથે તેમના પુત્ર રાજેશ પ્રસન્ના બાંસુરીમાં સુર પુરાવશે. જ્યારે રાજેન્દ્ર પ્રસન્નાજી સાથે શરણાઈવાદનમાં પં. મંગલ પ્રસાદજીનું દુક્કડ વાદન, રુદ્ર કુમાર અને વિકાસબાબુ દયાલનું સહ શરણાઈ વાદન અને અભિષેક મિશ્રાનું તબલા વાદન માણવા મળશે. તા. 3 જાન્યુઆરીના રોજ પદ્મશ્રી માલિની અવસ્થીના કંઠે ઠુમરી-ગઝલ સાથે પં.ધર્મનાથ મિશ્રા હાર્મોનિયમસંગત અને પં. શુભ મહારાજ તબલામાં સાથ નિભાવશે. સમારોહના ત્રીજા દિવસે તા. 04 જાન્યુ.ના રોજ ઉ. શુજાત ખાનના સિતારવાદન સાથે સપન અંજારિયા અને શારીક મુસ્તફાનું તબલા વાદન માણવા મળશે. તા. 05 જાન્યુઆરીના રોજ પં. રાજન મિશ્રાજીના સુપુત્રો પં. રિતેશ અને પં. રજનીશ મિશ્રાના ગાયન સાથે રાજકોટના જાણીતા બંધુઓ નિરજ ધોળકિયા તબલાવાદનમાં અને પલાશ ધોળકિયા હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 06 જાન્યુ. સપ્તસંગીતિના પાંચમા દિવસે પિયાનો, વાયોલિન અને તબલાના સંમિશ્રણથી રચિત ગ્રુપ રસિયા ના કલાકારો દેશમાં પ્રથમ વખત રાજકોટના સપ્તસંગીતિના મંચ પર પોતાની કલા પ્રસ્તુત કરશે. જેમાં ઈશાન રાવનું પિયાનો, યજ્ઞેશ રાયકરનું વાયોલિન અને ઈશાન ધોષનું તબલાવાદન માણવાનો અવસર પ્રાપ્ત થશે. તા. 07 જાન્યુ.ના રોજ પં. વિશ્વ મોહન ભટ્ટની મોહન વિણાનું રસપાન કરવા મળશે જેની સાથે હિમાંશુ મહંત તબલામાં સાથ આપશે. સપ્તસંગીતિના સાતમા દિવસે તા. 08 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત કલાકારા સુ.શ્રિ. કૌશિકી ચક્રવર્તીનો કોકિલ કંઠ માણવાનો અમુલ્ય અવસર પ્રાપ્ત થશે. તેમની સાથે ઉ. મુરાદ અલી ખાનનું સારંગીવાદન, યશવંત વૈષ્ણવનું તબલાવાદન અને મિલીંદ કુલકર્ણીનું હાર્મોનિયનવાદન માણવા મળશે.
આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્ત સંગીતિની લોકપ્રિયતાને પગલે હવે દર વર્ષે અનેક યુવા અને અને દિગ્ગજ કલાકારો રાજકોટમાં કલા પ્રસ્તુતી માટે ઇચ્છા વ્યકત કરી આયોજકોનો સંપર્ક કરે છે, જે રાજકોટ માટે ગર્વની બાબત છે. કલાકારોના પ્રથમ સત્રની તારીખવાર સુચી આ મુજબ છે: જેમાં તા. 03 જાન્યુઆરીના રોજ ગુજરાતના યુવા કલાકારો ચૈતન્ય મહેતા અને વનશ્રી રાવલનું ડયુએટ હાર્મોનિયમ વાદન માણવા મળશે જેમાં તબલામાં ધૈવત મહેતા સાથ નિભાવશે. તા. 04 જાન્યુ. એ ઈશિતા ઉમરાણીયાના ગાયન સાથે યશ પંડયા તબલાવાદનમાં અને સંદીપ વ્યાસ હાર્મોનિયમ ઉપર સાથ આપશે. તા. 05 જાન્યુ. ના રોજ તાલ ત્રિવેણી પર્ક્યુશન ગ્રુપના કલાકારોમાં મહાદેવ પુરોહિતનું તબલાવાદન, અંકુર મદનીનું જેમ્બે અને ધવલ મિસ્ત્રીનું પખવાજવાદન માણવા મળશે તેઓની સાથે જયેશ મકવાણા હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 06 જાન્યુ. ના રોજ અભિષેક વ્યાસ દ્વારા ગિટાર વાદ્યમાંથી રચાયેલી મકરંદિકા વિણા કે ગીટાર માણવાનો અવસર મળશે, જેમાં નિશાંત શર્મા તબલા સંગત કરશે. તા. 07 જાન્યુ.ના રોજ ભાવિક માંકડના ગાયન સાથે આકાશ ત્રિવેદી તબલામાં અને અકુલ પાંચાલ હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 08 જાન્યુ. સપ્તસંગીતિના સાતમાં અને અંતિમ દિવસે દેશના ખુબ જાણીતા વાદ્યકાર યશવંત વૈષ્ણવનું તબલાનું સોલો પર્ફોર્મન્સ માણવા મળશે તેમની સાથે હાર્મોનિયમ વાદનમાં કલ્પતરુ ઠાકરે જોડાશે.

આ વર્ષે પં. રાજેન્દ્ર પ્રસન્ના, માલિની અવસ્થી, ઉ. સુજાત ખાન, રિતેશ અને રજનીશ મિશ્રા, પં. વિશ્વમોહન ભટ્ટ અને સુ.શ્રી. કૌશિકી ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો મંચ શોભાવશે

જાન્યુઆરી 02 થી 08, 2026 દરમિયાન આયોજીત આ મહા કલાપર્વમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓનું નવુ વર્ષ સંગીત અને કલાથી તરબતર કરી દેશે

આ તમામ કાર્યક્રમો દર વર્ષની માફક સંસ્થાની પરંપરા અનુસાર નિ:શુલ્ક રહેશે, તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશનની વેબ સાઈટwww.saptasangeeti.org પર  તા. 04 ડિસેમ્બરના સાંજે 5-00 કલાકથી રજીસ્ટ્રેશન શરુ થશે

આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ’ ની વેબસાઈટ ૂૂૂ.તફાફિંતફક્ષલયયશિં.જ્ઞલિ પર તા. 04 ડિસેમ્બર, 2025 ને સાંજે 5-00 કલાકથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, શ્રી અતુલભાઇ કાલરિયા, શ્રી વિનેશકુમાર પટેલ અને શ્રી મનિષભાઈ મદેકા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ ઉપરાંત કોર કમીટીના સભ્યો અને સ્વયંસેવકોની સમર્પિત ટીમ દ્વારા ગત છ વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમો માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકોની તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી છે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો સૌરાષ્ટ્રવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે. લોકોના ચરિત્રને ઘડવા અને ઉચ્ચ નૈતિક આચરણને પ્રોત્સાહન આપવા, સંસ્કૃતિનો ફેલાવો તથા જાળવણી માટે “સપ્ત-સંગીતિ” ઉપરાંત નિઓરાજકોટ ફાઉન્ડેશન એક નોટ ફોર પ્રોફિટના ઉદ્દેશ્ય સાથે કંપની રજીસ્ટર્ડ સામાજીક સંસ્થા છે. નિયોરાજકોટ ફાઉન્ડેશન રાજકોટ શહેરમાં શૈક્ષણિક તથા સંસ્કૃતિક બાબતોને વિકસાવી નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવવા 2017 થી પ્રત્નશીલ છે. સંસ્થા દ્વારા કાર્યરત પ્રકલ્પોમાં સેન્ટર ફોર એકસલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરની 24 મ્યુનિસિપલ સ્કૂલોના વર્ગ 1 થી 8 ના 9000 વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી વિષયમાં સંસ્થા દ્વારા પૂરા પાડેલ સોફ્ટવેર, 750 થી વધુ કમ્પ્યુટર લેપટોપ તેમજ 35 થી વધુ શિક્ષકો સહિત સંપૂર્ણ રીતે વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 9માં ભણતી વિદ્યાર્થીનીઓ શિક્ષણ સાથે તેના પગભર થાય તે ઉદ્દેશ્યથી કસ્તુરબા બાલિકા વિદ્યાલય-ઊંૠઇટમાં સંસ્થા દ્વારા ક્રાફ્ટ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. શાસ્ત્રીય કલા વારસાની જાળવણીના ઉદ્દેશથી શાસ્ત્રીય સંગીત પ્રચારણ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા વિનામૂલ્યે, મ્યુનિસિપલ શાળાઓના 500 થી વધુ બાળકોને, દેશનો સાંસ્કૃતિક-કલા વારસો જાળવી રાખીને ચરિત્ર ઘડતરના શિક્ષણના ભાગરૂપે, શાસ્ત્રીય ઢબે ગાયન, નૃત્ય, વાદનની પોતાની જ શાળામાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સમાજના જરૂરતમંદ વર્ગના બાળકોને તેમની જ શાળામાં જ જઈને આ પ્રકારની વિનામૂલ્યે તાલીમ આપવાનો વિચાર કદાચ સ્વલ્પ હશે. તેવી જ રીતે ગુજરાત સરકારશ્રી દ્વારા ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ યોજના અંતર્ગત એક સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરે છે. નિઓરાજકોટ ફાઉન્ડેશન આ બાળકોને પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ બનવા માટે મટિરિયલ સંકલિત કરીને એક પ્રેક્ટિસ પુસ્તક બનાવમાં આવ્યું. આ પુસ્તક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશની તમામ 93 શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં બાળકોને વિના મૂલ્યે આપવામાં આવી, જેના પરિણામે 200 જેટલા બાળકો મેરિટમાં સ્થાન મેળવી સરકારશ્રીની સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવી શક્યા છે. આ ઉપરાંત હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ વોકેશનલ કોર્સ ઈજ્ઞિંઈઅઉ 2ઉ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કરણસિંહજી હાઇસ્કૂલના 120 વિદ્યાર્થીઓ તજજ્ઞો પાસે ઓટોકેડની તાલીમ મેળવી રહ્યા છે. તેવી જ રીતે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન અને મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અહિંસાની કેળવણી કાર્યક્રમ અંતર્ગત નીઓરાજકોટ ફાઉન્ડેશન સાથે મળીને રાજકોટની 10 શાળાના 900 બાળકોને નોન વાયોલન્સ એટલે કે અહિંસાની કેળવણી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણા પ્રકલ્પોમાં સહયોગ આપી નિઓ રાજકોટ ફાઉન્ડેશન પોતાની સેવા સરવણી વહાવી રહ્યું છે.

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એર-શૉ સાથે એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે
Next Article રાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ ગુરુવારે વિજય મુહૂર્તમાં રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?