અમદાવાદમાં ચૂંટણીની જાહેરાત થઇ ગઇ
એક અનાર, સો-બસ્સો બીમાર : બે અબજના મલાઇદાર વહીવટનો કબ્જો લેવા હુંસાતુંસી
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન – વા.ચેરમેન અને સભ્યોની મુદત ગત ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ ગઈ ચૂકી છે. સામાન્ય રીતે મુદત પૂર્ણ થયા બાદ નવી સમિતિની રચના અને ચેરમેન – વા.ચેરમેનની ચૂંટણી યોજાવાની હોય છે પરંતુ અત્યાર સુધી શહેર ભાજપ સંગઠન દ્વારા ચૂંટણી માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું નથી.
એકસોથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ અને હજારો વિદ્યાર્થીઓના અભ્યાસની દેખરેખ માટે જવાબદાર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાંચ વર્ષની મુદત ગત તા. ૩૧ મેના રોજ પૂરી થઈ ગઈ છે. તેને સાડા ત્રણ માસ, આશરે ૧૦૦ દિવસથી વધુ સમય વિતી જવા છતાં પણ મહાપાલિકા કે શહેર ભાજપના શાસકો ચૂંટણી યોજવામાં નિષ્ફળ રહ્યા છે.
આ દરમિયાન અમદાવાદ શિક્ષણ સમિતિમાં ચેરમેન સહિતના હોદેદારોની ચૂંટણીની જાહેરાત થઈ જતાં રાજકોટ શિક્ષણ સમિતિમાં ચૂંટણી માટે થઈ રહેલી વિલંબ અંગે ફરી ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી. છે કે, વર્તમાન ચેરમેનના કેટલાક અંગત અને વહીવટી કામો બાકી હોવાથી ચૂંટણી પ્રક્રિયા ઇરાદાપૂર્વક લંબાવવામાં આવી રહી છે.
- Advertisement -
ભાજપની આ અનિર્ણાયકતા કે પછી આળસના પગલે વર્તમાન શિક્ષણ સમિતિ ચેરમેનને નિવૃત્ત થયા બાદ મુદત વધારો મળી ગયો છે. ગંભીર વાત એ છે કે જો શિક્ષણ સમિતિનું કામ ચૂંટાયેલા ક સભ્યો વગર જ ચાલતું હોય તો સમિતિ રચવાનું જ બંધ કરી દેવું જોઈએ. આ પહેલા મનપાની વિવિધ પેટા સમિતિઓની ચૂંટણી પણ એક માસ મોડી કરાઈ હતી અને ખુદ મહાપાલિકાની ચૂંટણી પણ મોડી યોજાઈ હતી અને હવે નિર્ણાયક શાસનના અભાવમાં મોડામાં પણ મોડું થઈ રહ્યું છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે અમદાવાદ શિક્ષણ સમિતિમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તો રાજકોટમાં હજુ સુધી ચૂંટણીનું જાહેરનામું પણ કેમ બહાર પડ્યું નથી ? શહેર ભાજપ સંગઠન અને મનપા સત્તાધીશો હવે આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. કે, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં વિલંબ પાછળ સંગઠન સ્તરે સહમતિનો અભાવ છે કે પછી કોઈ વ્યક્તિગત સમીકરણો જવાબદાર છે? તેનો જવાબ હવે ભાજપે જ આપવાનો રહેશે.




