કોરોનાની પહેલી લહેરની શરૂઆત થતાંની સાથે જ રાજકોટનું ઈશ્ર્વરીયા પાર્ક બંધ કરવામાં આવ્યું હતું, આમ છેલ્લાં દોઢ વર્ષથી બંધ રહેલ માધાપર ખાતે આવેલ ઈશ્ર્વરીયા પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવું એડિશનલ કલેકટર પરિમલ પંડ્યાએ જણાવેલ હતું.
રાજકોટના લોકો માટેનું ફરવાલાયક સ્થળ એવું ઈશ્ર્વરીયા પાર્ક તા. 24 ને ગુરૂવારથી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાથે લોકો બોટીંગ પણ કરી શકશે. કોરોનાના કારણે છેલ્લાં દોઢ વર્ષથી ઈશ્ર્વરીયા પાર્ક બંધ કરવામાં આવેલ હતું ત્યારે હવે ગુરૂવારથી ઈશ્ર્વરીયા પાર્ક રાજકોટીયન્સો માટે પહેલાંના સમય મુજબ ચાલુ કરવામાં આવનાર છે તેમજ અહીં આવતા દરેક લોકોએ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશ્યલ ડિસ્ટન્સ સાથે તથા લીમીટેડ સંખ્યામાં લોકોને અંદર પ્રવેશ અપાશ તેવું અંતમાં તંત્રની યાદીમાં જણાવેલ હતું.


