By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અબતક સુરભિમાં બાળકો, યુવાનોથી લઈ મોટેરાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અબતક સુરભિમાં બાળકો, યુવાનોથી લઈ મોટેરાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા
રાજકોટ

અબતક સુરભિમાં બાળકો, યુવાનોથી લઈ મોટેરાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા

Khaskhabar Editor
Last updated: 2023/10/21 at 4:40 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

રાસોત્સવમાં રંગબેરંગી ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ: છઠ્ઠા નોરતે દર્શકોની જામતી ભીડ

ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવેના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
છઠ્ઠા નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલના થનગનાટ સાથે યુવાઓએ ગરબાની રમઝટ માણી હતી. ત્યારે માતાજીના છઠ્ઠા નોરતે અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને ઝૂમ્યા હતા. રોજ માતાજીના ગીત પર વિવિધ સ્ટેપ રમી આનંદીત થઈ રહ્યા છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઇ સખરેલીયા અને જેતપુર ડાઇંગ એસો.ના ઉપપ્રમુખ સંજય વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આજે અબતક સુરભિમાં ઝી ટીવી ચેનલ પર પ્રસારીત થતી રાધા મોહન સિરીયલના શબ્બીર આહુવાલિયાના પિતા વિશ્વનાથનું પાત્ર ભજવતા રાજુ લોઢીયા ઉપસ્થિત રહેશે. ત્યારે ગઈકાલે છઠ્ઠા દિવસે પણ અબતક સુરભિ નવરાત્રી ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. નિર્ધારિત સમયે શરૂ થયેલા રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા અકબંધ રહી હતી. હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી. શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી.
રાજકોટના હ્રદય સમા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 એવા અબતક-સુરભી રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્ત પોષાક, ભાતીગળ ભરતકામયુક્ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરી હતી. સૌ કોઇ ટ્રેડીશનલ ચણીયા-ચોલી, કેળીયુ, કુર્તા-ઝભ્ભા પહેરીને ગ્રાઉન્ડ પર કલાકારોના સથવારે ઝુમી ઉઠ્યાં હતા.
અબતક-સુરભિમાં છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા મને રસોસ્ત્સવ માણ્યો હતો. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. સુરીલા ગાયક કલાકારો ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવે, જયમંત દવેના તાલે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. સૌરાષ્ટ્ર સાઉન્ડ બાય અર્જુન મેર તથા રિધમ ગૃપના ઈમરાન કાનીયા સુરમાં સુર પુરાવી નવા મધુબંસી અને છલડાના રાઉન્ડમાં ખેલૈયાઓને નવું જોમ ચડ્યું હતું.
રાજકોટમાં સૌપ્રથમવાર એમ.આઇ.બાર એન્ટ્રી ગેટનાં આકર્ષક કોન્સેપ્ટ સાથે અબતક-સુરભિ રાસોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેંચાણ શરૂ થઇ ચૂકયું છે. આયોજક સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઇ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, અશ્ર્વિન ભુવા, જીગર ભટ્ટ સહિતની ટીમ આ રાસોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રથમ નોરતે વિજેતા બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ધમાકેદાર પરફોર્મન્સને માણવા રાજકોટિયન્સમાં અબતક- સૂરભિ રાસોત્સવ-2023માં ગજબનો ઉત્સાહ વર્તાયો હતો.

- Advertisement -

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: AbtakSurabhi, navratri, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈનમ-કામદાર નવરાત્રીમાં છઠ્ઠા નોરતે છેલછબીલા બની ધુમ મચાવતા ખેલૈયાઓ
Next Article એપેન્ડિક્સ બિનજરૂરી અંગ નથી, વાસ્તવમાં આયુષ્ય સાથે તેને પ્રત્યક્ષ સંબંધ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?