આજે યોજાશે બહુરંગી કાર્યક્રમો, આજે રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ લેઝર શો: લાઈવ સરપ્રાઈઝ ઈવેન્ટ
ખાસ-ખબર સંવાદદાતા
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ 2023 જેમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ વર્સાટાઈલ સીંગરો, પંકજભાઈ ભટ્ટની આગેવાનોમાં સાજીંદાઓએ ધુમ મચાવી અતિ જોમ ચડાવે તેવું સંગીત પિરસ્યુ હતું.
આજરોજ છઠ્ઠા નોરતાનાં મુખ્ય સ્પોન્સર પરિવાર ભારત ટુલ્સ સ્ટીલ સીન્ડીકેટનાં દર્શનભાઈ શાહ, હેતલબેન શાહ તેમજ જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સ – ખારા પરિવારનાં વિરેન્દ્રભાઈ ખારા, જીતેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, સુનિલભાઈ ખારા વિગેરેનું અદકેરું બહુમાન કરવામાં આવેલ છે, વિન્ટેજ કારમાં બેસાડીને તેમને મંદિર તરફ દોરી જવામાં આવ્યા હતા. સાથે આ બન્ને પરિવારનાં અન્ય સભ્યો જયભાઈ ખારા, અપૂર્વભાઈ મણીઆર, દિપાલીબેન મણીઆર, પારસભાઈ ખારા, વિરભાઈ ખારા, રીઘ્ધીબેન ખારા, ચેતનભાઈ શાહ, શિતલબેન શાહ, જિજ્ઞેશભાઈ શાહ, અલ્પાબેન શાહ, ચિંતનભાઈ ખારા, અદિતભાઈ ખારા, અમીતભાઈ શાહ, બિન્દુબેન શાહ, અજયભાઈ શાહ, શીલ્પાબેન શાહ, મયુરભાઈ ફોફરીયા, ચાંદનીબેન ફોફરીયા, ભાવિકભાઈ શાહ, રશ્મીબેન શાહ સહીતનાં પરિવાર માઁ જગદંબાની આરતીમાં જોડાયો હતો. આ તમામ લોકોનું જૈનમ્ પરિવાર દ્વારા સ્વાગત અભિવાદન અને મહેમાનનાં હસ્તે મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં
આવ્યું હતું.
આજનાં દિવસે રોલેકસ રીંગનાં મનીષભાઈ મડેકા, શિક્ષણ સમીતીનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, રીયાબેન પુજારા, મ્યુ.કોર્પોરેશનનાં ચીફ ટાઉન પ્લાનર, સાગઠીયા સાહેબ તથા અન્ય અધિકારીઓ, ડો.કપીલ જેઠવા તેમજ ડો.સચીન સિંહ, અને સિઘ્ધી ગ્રુપનાં પપ્પુભાઈ મહેતા, હેમલભાઈ મહેતા, નિખીલભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ મહેતા, સંદેશ દૈનિકનાં એડ મેનેજર પ્રજ્ઞેશભાઈ રૂપાણી, દ્રષ્ટી એડ.નાં ગીરીશભાઈ ત્રિવેદી, મનીષ એડ.નાં નિલેશભાઈ ત્રિવેદી, એડેક્ષ મીડીયાનાં જયેશભાઈ સોના, આર.એસ.એસ.નાં અગ્રણી કેતનભાઈ વસા, અજીતભાઈ જૈન સહીતનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા.
આજે યુનિક સ્ટાઈલ કોમ્પીટીશન યોજાઇ હતી જેમાં ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.આ કોમ્પીટીશનમાં ખેલૈયાઓએ નવીન પ્રકારનાં વસ્ત્રો, રંગબેરંગી છત્રીઓ સુશોભીત દાંડીયા, ભાતિગણ ભરતકામ કરેલી પાધડીઓ, રંગીન સાફાઓ વગેરે નવિનત્તમ લુક આપતા પરીધાન સાથે જોડાયા હતા. કોમ્પીટીશનમાં વિજેતા થનાર લોકોને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે ઈનામો નવાઝવામાં આવ્યા હતા. આજે ફીમેલ ખેલૈયાઓ માટે નેઈલ આર્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આજરોજ શનિવાર સાતમાં નોરતે રાત્રે અધ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ ઈફેકટ લેઝર શો યોજવામાં આવશે.
ચોથા નોરતે યોજાયેલા રાસોત્સવમાં વિજેતા થયેલ ખેલૈયાઓનાં નામમાં સીનીયર પ્લેયર મેલ પ્રિન્સ તરીકે પ્રથમ નિર્સગ પારેખ, બિજા ક્રમે અભિશેક દોશી અને ત્રિજા ક્રમે પ્રશીલ ઝાટકીયા, સિનીયર પ્લેયર ફીમેલ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમે ઈશા ઉચાટ, બિજા ક્રમે પ્રિસા વખારીયા, ત્રિજા ક્રમે રૂત્વી શાહ ઉપરાંત કિડ્સ પ્લેયર બોયઝ પ્રિન્સમાં પ્રથમ ક્રમે રજત પતિરા, બીજા ક્રમે પ્રશવ શાહ, ત્રિજા ક્રમે શીવમ્ શા તેમજ કિડ્સ પ્લેયર ગર્લ્સ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમાંકે કિયા મહેતા, બિજા ક્રમે દ્રષ્ટી શાહ, ત્રિજા ક્રમાંકે નીશીતા પારેખ તેમજ વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સમાં પ્રથમ નીશીત ખાખરા, બિજા ક્રમે મીત ગાંધી, ત્રિજા ક્રમે નમન મહેતા અને વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સેસમાં પ્રથમ ક્રમે સુનીધી ઉદાણી, બિજા નંબરે બીના ઝાટકીયા, ત્રિજા નંબરે તૃપ્તી દોશી અને વેલ ડ્રેસ કીડ્સ બોયઝમાં પ્રથમ ક્રમે રીસવ શાહ, બિજા નંબરે મન મગીયા, ત્રિજા નંબર શીવમ શાહ ઉપરાંત વેલ ડ્રેસ કીડ્સ ગર્લ્સમાં પ્રિન્સમાં પ્રથમ ક્રમે અશ્વી મહેતા, બિજા ક્રમે બ્રિન્દા કામદાર, ત્રીજા ક્રમે રાહી મણીઆર ને વિજેતા જાહેર કરેલ હતા.સીનીયર સીટીજન કેટેગરીમાં એક પ્રિન્સ તથા પ્રિન્સેસ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને મહાનુભાવો હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. પાંચમો નોરતે જુનીયર જજ તરીકે નિલેશ ગઢવી, મેઘાવી વિઠલાણી, મિતલ વાગડીયા, પ્રશાંતભાઈ પુજારા એ પોતાની સેવા આપેલ હતી.