શહેરના શિવાલયો શિવમય બની ગયા
પંચનાથ મહાદેવની ઢોલ-નાગારા સાથે વરણાંગી નીકળશે
પંચનાથ મંદિર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રાજકોટના શિવાલયો શિવમય બની ગયા છે. ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણનું આજે સમાપન છે. યોગાનુ યોગ આજે શ્રાવણનો છેલ્લો સોમવા2 તથા સોમવતી અમાસ પણ છે. આજે પીપળે પાણી 2ેડીને પિૃત તર્પણ ક2વામાં આવી 2હ્યું છે. આવતીકાલથી ભાદ2વો માસ શરૂ થઈ 2હ્યો છે. ભાદ2વા માસમાં પણ 2ોજ 2ોજ અલગ અલગ 2ીતે પિતૃ તર્પણ ક2વામાં આવે છે. આજે શ્રાવણ માસનાં અંતિમ સોમવા2ે દ2ેક શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી 2હી છે. 2ાજકોટના 2ામનાથ મહાદેવને અભિષેક ક2વા ક્તા2 લાગેલી જોવા મળે આજે પીપળે પાણી 2ેડતા લોકો જોવા મળ્યા હતાં. આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના રોજ શહે2નાં મધ્યમાં આવેલું પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવની બે વર્ષ બાદ વરણાંગી યોજવામાં આવશે. આજે સાંજે 5 વાગ્યે ઢોલ-નગારા અને હ2 હ2 મહાદેવના ગગનચૂંબી જયકારા સાથે દાદાની વરણાંગી પ્રસ્થાન ક2શે. જે પંચનાથ મંદિરેથી ગાંધી વિદ્યાલય, જ્યુબેલિ ચોક, પરાબજાર, ધમેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ત્રિકોણ બાગ, લીમડા ચોક થઈને પંચનાથ મહાદેવ મંદિ2 ખાતે પ2ત પધા2શે.

- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ભોળાનાથના ભક્તોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતામાં જાગૃતિ લાવવા મનપા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. સદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.




