હાથોહાથની લડાઇ થાય ત્યારે સામી વ્યક્તિની ઝડપથી હત્યા કરી નાંખવા માટે ઇઝરાયેલી આર્મી દ્વારા વિકસિત કરેલી ક્રાવ માગા તરીકે ઓળખાતી કાતિલ માર્શલ આર્ટની ટ્રેનિંગ સુરતના વિસ્પીખરાદીબી.એસ.એફ.ના કમાન્ડોને આપી રહ્યા છે. ગલવાન ઘાટીમાં ચીની આર્મી સાથે થયેલી ઝપાઝપીમાં મોટી સંખ્યામાં ખુવારી થયા બાદ બી.એસ.એફ.ના વડા બનેલાં સુરતના પૂર્વ પોલીસ કમિશનરે બી.એસ.એફ.ના કમાન્ડોને ક્રાવ માગાથી પ્રશિક્ષિત કરવા સુરતના માર્શલ આર્ટિટીસ્ટની મદદ લીધી છે.વીસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે આ હાલ પોતે પણ ક્રેવ માગાની ટ્રેનિંગ લઇ રહ્યો છે. તેના વિવિધ તબક્કા છે. હાથોહાથની લડાઇમાં આ ટેકનીકમાં બે કે ત્રણ વારમાં જ હરીફની હત્યા કરી નાંખવામાં આવે છે.અત્યંત કાતિલ ટેકનિક સામાન્ય વ્યક્તિઓ માટે નથી હોતી.

- Advertisement -
સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને હાલ બી.એસ.એફ.ના ડાયરેક્ટર જનરલ તરીકે નીમાયેલા રાકેશ અસ્થાનાએ સંપર્ક કર્યો હતો. તેમણે આ ટેકનિક બી.એસ.એફ.ના કમાન્ડોને શીખવવા માટે જણાવતાં છેલ્લાં કેટલાંક સમયથી કમાન્ડોને આ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે.
ગ્વાલિયર સ્થિત ટેકનપુરમાં આવેલાં બી.એસ.એફ.ના કેમ્પમાં 36 અને હજારીબાગના કેમ્પમાં 50 કમાન્ડોને આ ટેકનિક શીખવી હતી. હજુ મહિનાઓ સુધી આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. તે ઉપરાંત જાપાને વિકસાવેલી મિક્સ માર્શલ આર્ટની કુડો ટેકનિક પણ તેઓ ભારતીય આર્મીના જવાનોને શીખવી રહ્યા છે. જે સેલ્ફ ડિફેન્સ માટે બેસ્ટ ગણાય છે.



