– રાજકોટ જીલ્લા ભાજપા યુવા મોરચા પ્રમુખ સતીષ શિંગાળા પ્રવાસમાં જોડાયા.
– ગોંડલ, વીરપુર, કાગવડ, જેતપુર, ઉપલેટા, ભાવનગર, ગધેથડ ખાતે હજારો યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાઈને આવકાર્યા.


ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ રાજકોટ જીલ્લાના પ્રવાસે આવતા રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સતીષભાઈ શિંગાળાની આગેવાનીમાં તથા રાજકોટ જીલ્લાના યુવા ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજકોટ જીલ્લાના પ્રવાસ દરમ્યાન જીલ્લા યુવા મહામંત્રી રવિભાઈ માંકડિયા તથા મુકેશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટના રૂટ પ્રમાણે તેઓનું ગ્રીનલેન ચોકડી રાજકોટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી તેઓ ગોંડલ ચોકડી, શાપર-વેરાવળ, ગોંડલ આશાપુરા ચોકડીથી થઇ તેઓએ ગોંડલ સ્વામિનારાયણ અક્ષર મંદિર ખાતે દર્શન કરી ભોજન લીધુ હતું ત્યાંથી તેઓ વીરપુર જલારામબાપાના મંદિર ખાતે દર્શન કરી કાગવડ ખાતે ખોડલધામ મંદિરે બેઠક લીધી હતી. જેતપુર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સવજીભાઈ કોરાટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી, ત્યાંથી તેઓ ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તથા ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ડો.પ્રશાંતભાઈ કોરાટએ ઉપલેટામાં આવેલ કબ્રસ્તાનમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા મંજુર થયેલ આર.સી.રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાનેલી ખાતે અને ગધેથડ ખાતે ગાયત્રી આશ્રમે દર્શન કરી જીલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.


