ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં પોલીસની ઢીલી નીતિ
ગોંડલના કોંગ્રેસી આગેવાને પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા અરજી કરેલી હોય સીટી પોલીસે ઢીલી નીતિ રાખતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા બનાવના પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આર.ટી.આઇ. એકટીવીસ્ટ આશીષકુમાર રસીકલાલ કુંજડીયા એ તા.૧-૪-૨૦૨૧ ના રોજ ગોંડલમાં થઈ રહેલા બાઘકામને લગતી વીગતોની આર.ટી.આઇ. માહીતી ગોંડલ નગર પાલીકા પાસેથી માંગેલ હતી, બનાવના પગલે આશિષ કુંજડીયા અને ચીફ ઓફિસર વચ્ચે તણખા ઝરતા મામલો સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો ચીફ ઓફિસરે આશિષ કુંજડીયા વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંઘાવેલ હતી બાદમાં એકટીવીસ્ટની ધરપકડ થયા પછી જયરાજસિંહ જાડેજા અને તેના સાગ્રીત લખમણ હીરપરા પોલીસ સ્ટેશનમાં ધસી આવીને આર.ટી.આઇ એકટીવીસ્ટને ફડાકો મારી, ગાળો આપી આર.ટી.આઇ. ની માહીતી મળશે નહી અને આ બાબતે જો અપીલમાં જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જે સમગ્ર મામલો ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધીકારીઓને સામે થયેલ હતો અને જયરાજસિંહ જાડેજાએ ફીલ્મી સ્ટાઇલથી સીનસપાટા પોલીસ સ્ટેશનની અંદર કરેલ ત્યારે પોલીસ અધીકારીઓ મુકપ્રેક્ષક બન્યા હતા.
આ મામલે આર.ટી.આઇ. એકટીવીસ્ટે જયરાજસિંહ જાડેજા અને તેના સાગ્રીત વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસને આઇ.પી.સી. ની કલમ ૫૦૪,૫૦૬(૨),૩૨૩,૧૨૦(બી) વીગેરે મુજબની ફરીયાદ આપેલ પરંતુ પોલીસ દ્વારા આર.ટી.આઇ. એકટીવીસ્ટની ફરીયાદ નોંધવામાં આવેલ નહી જેથીના છુટકે આર.ટી.આઇ. એકટીવીસ્ટ તેમના વકીલ સંજય એચ. પંડિત મારફત ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ નોંધવા અંગે પીટીશન દાખલ કરેલ છે જેની સુનવણી ટૂંક સમયમાં થવાની છે.
- Advertisement -
આ કામે આર.ટી.આઇ. એકટીવીસ્ટ વતી એડવોકેટ સંજય પંડિત, સમીર સોજાતવાલા, બીનીતા પટેલ વીગેરે રોકાયેલ છે


