ગીતા મંદિર પાસેથી શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી લીધો : બેલડીની શોધખોળ
બાકીનો મુદામાલ લઈને આરોપીઓ વડોદરા-સુરત તરફ ભાગ્યા હોવાની શંકાએ વિવિધ ટીમો દોડાવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ચંપકનગરમાં ગત બુધવારે એક મકાનમાંથી રૂપિયા 1.30 કરોડની કિંમતની 130થી 140 કિલો ચાંદીની ચોરી થયાની ચોંકાવનારી ઘટના બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી કારમાં આવેલા શખ્સો ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતા આ કારણ નંબર પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું રાજકોટ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરુ કરી હતી દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ગીતામંદિર એસ ટી સ્ટેશન પરથી એક આરોપીને રાજકોટમાંથી ચોરાયેલી ચાંદી પૈકી 40 કિલો ચાંદીના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી તેમજ તેમના સાગરિત બાકીનો મુદામાલ વેચવા વડોદરા – સુરત તરફ ભાગ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા વિવિધ ટિમોને દોડાવવામાં આવી છે.
રાજકોટના ચંપકનગરમાં રહેતા બિપિનભાઈ નામના વ્યક્તિના ઘરમાંથી 1.63 કરોડની કિંમતની 130થી 140 કિલો ચાંદીની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરતા એવું જાણવા મળ્યું હતું કે આ ચાંદીનો જથ્થો અતુલ પટેલ નામના વેપારીનો હતો. તેણે બિપિનભાઈના ઘરે ચાંદી મુકી હતી. સીસીટીવી ફુટેજ ચેક કરતા આરોપીઓ ક્રેટા કારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને નંબર પ્લેટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ભેદ ઉકેલવા વિવિધ દિશામાં પોલીસની જુદી જુદી ટીમોએ તપાસ શરુ કરી હતી દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઇ જાડેજાને બાતમી મળી હતી કે ગીતા મંદિરમાં આવેલી એક મોબાઈલ શોપમાં નોકરી કરતા પ્રદીપ પ્રજાપતિ પાસે ચાંદીનો મોટો જથ્થો આવ્યો છે આ જુથથી તેણે મહેસાણા પહોંચતો કરવાની સુચના આપવામાં આવી હતી.
જેના આધારે પોલીસે દરોડો પાડીને પ્રદીપ પાસેથી 40 કિલો ચાંદી જપ્ત કરી તેની પૂછતાછ કરતા એવી માહિતી મળી હતી કે રાજકોટમાંથી ચોરી કરાયેલી 140 કિલો ચાંદી પૈકીની આ 40 કિલો ચાંદી હતી.
જે મુકેશ પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિએ તેને આપી હતી અને મહેસાણા પહોંચતી કરવા માટે સુચના આપી હતી અમદાવાદના નરોડામાં રહેતા અને પોલીસ ગિરફ્તમાં આવી ગયેલા પ્રદીપની પુછપરછમાં અન્ય આરોપીઓ ચાંદીના મુદ્દામાલ સાથે વડોદરા અને સુરત તરફ ભાગી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.



