અનલૉક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઇ.
રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
આજથી ગુજરાત અનલોક તરફ વધુ આગળ વધશે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. આજે 11 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેના બાદ બગીચાઓના દરવાજા નાગરિકો માટે ખોલી દેવાયા છે. 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધ હતો, ત્યાં બગીચાઓમાં લોકો મોર્નિંગ વોક કરતા દેખાયા છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છુટ છાટ સાથે
કોરોનાનું સંક્રમણ માર્ચ મહિનામાં વધતા એક બાદ એક સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના જેટલા સમયગાળા દરમિયાન બધુ બંધ હતું. પરંતુ અનલોક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઇ હતી.
આજથી 50 ટકા બેસવાની મંજૂરી સાથે ચાલુ થયેલા રેસ્ટોરન્ટ સંચાલકો માટે 3 મહિના બાદ કમાણીનો માર્ગ મોકળો થશે. છેલ્લા 3 મહિનાથી મિનિ લોકડાઉનના કારણે બંધ હતાં.
રાજકોટમાં દરેક બગીચા પર લોકોને અંદર પ્રવેશવા મનાઇ
રેસકોર્સ ખાતે આવેલા લોકોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આદેશ છતાં મનપા કમિશનરે કેમ બગીચા ખોલ્યાં નથી. સરકાર અને મનપા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો રોષ વ્યક્ત કરી ફરી પોતાના ઘરે જતા રહ્યા હતા. રાજ્યમાં આજથી બાગ-બગીચા ખૂલી ગયાં છે ત્યારે રાજકોટના તમામ બાગ-બગીચાને ખોલવા અધિકારીઓએ હજી સુધી મંજૂરી આપી નથી. દરેક બગીચા પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા લોકોને મનાઇ ફરમાવવામાં આવી રહી છે.
અનેક જીમ સંચાલકોએ ફરજીયાત વેક્સિનના નિયમો બનાવ્યા
રાજકોટમાં અનેક જીમ સંચાલકોએ ફરજીયાત વેક્સિનના નિયમો બનાવ્યા છે. જેને વેક્સિન લીધી હશે તે જ મેમ્બરોને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. તેમજ તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનેટાઇઝર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ખોડલધામ મંદિર આજથી ખૂલ્યું
લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતીક ખોડધામ મંદિર આજથી ખૂલી ગયું છે. મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. આ મંદિર છેલ્લા બે મહિનાથી ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું હતું.


