ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના હિતેન્દ્ર મંગાભાઇ ખાણીયા જૂનાગઢ પોતાના પરીવાર સાથે ફરવા આવેલ હોય. હિતેન્દ્રભાઇ બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. 3000 રોકડ સહિતના સામાનનો થેલો ખોવાય જતા વ્યથિત થયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથધરી અને રીક્ષા ચાલકને શોધી બે કલાકમાં થેલો શોધી મૂળ માલિકને પરત કરતા પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.