ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર પોલીસ દ્વારા બરડા ડુંગરમાં મેગા ડ્રાઈવ યોજી દારૂની છ ભઠ્ઠી નાશ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ખુદ મેદાને આવ્યા છે. તેમની સાથે ગ્રામ્ય કચેરી, એલસીબી, પેરોલ ફ્લો સ્કોડ, રાણાવાવ, બગવદરનો પોલીસ સ્ટાફ તેમજ ફોરેસ્ટ વિભાગના સ્ટાફે કામગીરી કરી છે.
પોરબંદર નજીક બરડા ડુંગર વિસ્તારમાં કુદરતી પાણીના ઝરણા અને જંગલ વિસ્તારમાં લાકડાનો બળતણ તરીકે સરળતાથી ઉપયોગ કરી બુટલેગરો બેફામ બની દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે બરડા ડુંગર જંગલ વિસ્તારમાં બેફામ રીતે દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવા છતાં પણ વન વિભાગના તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેમ વન વિભાગની કામગીરી વધુ એક વખત વન વિભાગના તંત્રને સાથે લઈને જિલ્લા પોલીસ અધિક્ષકે કરી છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા ખુદ મેદાન આવ્યા હતા, અને તેઓ બરડા ડુંગર જંગલ વિસ્તારમાં તેમની અલગ અલગ ટીમો સાથે પહોંચી ગયા હતા. અને તેઓએ અલગ અલગ સ્થળોએ દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી. દારૂની છ જેટલી ભઠ્ઠીઓ શોધી કાઢી તેનો નાશ કર્યો હતો. દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી છ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી