25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવાય છે. આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. આજે તમને નાતાલનું મહત્વ અને તેની સાથે જોડાયેલ માન્યતા વિશે જણાવીશું.
ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે. જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. જેમાં કેક કાપીને, એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદમાં નાતાલ ઉજવાય છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે, ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો તેથી જ આ દિવસે ક્રિસમસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ નાતાલને મોટો દિવસ માનવા પાછળનો ઈતિહાસ શું છે?
- Advertisement -
શા માટે 25મી ડિસેમ્બરને મોટા દિવસ તરીકે ઉજવાય છે?
અનેક પુસ્તકોમાં રોમનો દ્વારા 25 ડિસેમ્બરે રોમન ઉત્સવની ઉજવણી કરવાનો ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરના રોજ રોમન લોકો એકબીજાને ભેટો આપતા હતા. સમયની સાથે આ તહેવાર ધીરે ધીરે મોટા પાયે ઉજવવા લાગ્યો. રોમનો દ્વારા આ તહેવારને ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવતો હતો. આ દિવસની ભવ્યતા જોઈને લોકો તેને મોટો દિવસ કહેવા લાગ્યા હતા.
બીજી કથા
બીજી કથા અનુસાર, આ દિવસ સદીઓ પહેલા હિન્દુઓના વર્ષ પહેલાં મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવતો હતો. મકરસંક્રાંતિના દિવસે ખૂબ દાન કરવામાં આવે છે. આથી તેને મોટો દિવસ કહેવાય છે. ઈસુ ખ્રિસ્તની જન્મ તારીખને લઈને શરૂઆતથી જ મતભેદો રહ્યા છે. એન્નો ડોમિનીના કાળ પ્રણાલીના આધારે એવું કહેવાય છે કે ઇસુ ખ્રિસ્તનો જન્મ ઈ.પૂર્વેની 7 થી 2ની વચ્ચે થયો હતો. ભારતમાં આ દિવસને રોમન યામકાર સંક્રાંતિ સાથે સંબંધ સ્થાપિત કરવાના આધારે પસંદ કરવામાં આવ્યો હતો. એટલે પણ આ દિવસને મોટો માનવામાં આવે છે.
નાતાલનો ઇતિહાસ
બાઇબલમાં ઇસુ ખ્રિસ્તના જન્મની સટિક તારીખનો ઉલ્લેખ નથી પરંતુ 4થી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી હતી. એવું માનવામાં આવે છે કે, આ તારીખને પ્રાચીન રોમન શિયાળુ સંક્રાંતિ ઉત્સવની સાથે જોડીને પસંદ કરવામાં આવ્યો હતો, જે કૃષિના દેવતા સેટર્નના સન્માનમાં ઉજવવામાં આવતો હતો. સમય જતાં ખ્રિસ્તી ધર્મે રોમન સંસ્કૃતિ અપનાવી અને નાતાલને ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જોડ્યો. આજે નાતાલ સમગ્ર વિશ્વમાં લોકો ધર્મથી પરે થઈને ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે, ક્રિસમસ ટ્રીને શણગારે છે અને કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરે છે.
- Advertisement -
નાતાલનું મહત્વ
ખ્રિસ્તી ધર્મના લોકો એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત વિશ્વને પાપમાંથી મુક્ત કરવા આવ્યા હતા. નાતાલ એ આશા, પ્રેમ અને દયાનો તહેવાર છે. તે લોકોને એકસાથે લાવે છે અને તેમને એકબીજા પ્રત્યે દયાળુ બનવા પ્રેરણા આપે છે. ક્રિસમસ ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ તહેવાર બની ગયો છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અને એકબીજાને ભેટ આપવાનો તહેવાર બન્યો છે. આ સિવાય ખ્રિસ્તી ધર્મમાં ઘણા બધા તહેવારો ઉજવાતા નથી. એટલે જ નાતાલ એ ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે બન્યો છે.