હિન્દુ ધર્મમાં એકાદશી એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે જેમાંથી અમુક એકાદશીનું અલગ જ મહત્ત્વ અને તેની કથા વાર્તા હોય છે ત્યારે માઘ મહીના વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવત છે આ વર્ષે આ ષટતિલા એકાદશી 25 જાન્યુઆરીએ આવશે.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. ત્યારે ચાલો જાણીએ ષટતિલા એકાદશીના દિવસે ક્યા વિશેષ ઉપાય કરીને તમે ધન ભાગ્ય મેળવી શકો છો.
- Advertisement -
ષટતિલા એકાદશીના દિવસે કરવાના ઉપાય
ષટતિલા એકાદશીના દિવસે નહાવાના પાણીમાં થોડા કાળા તલ ભેળવીને સ્નાન કરો. ત્યારબાદ , દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી બ્લોક થયેલા પૈસા પાછા મળે છે.
ષટતિલા એકાદશીના દિવસે તલનું ઉબટન (ફેસપેક) લગાવવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે, આ ઉપાય રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.
ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલમાંથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવો. આ ઉપરાંત, પૂજા દરમિયાન, “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
ષટતિલા એકાદશીના દિવસે, પૂર્વજોને તલનો ઉપયોગ કરીને જળ ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય પૂર્વજોના આત્માઓને શાંતિ આપે છે. એવું કહેવાય છે કે ષટતિલા એકાદશી પર તલના આ ઉપાયથી પરિવાર ખુશ રહે છે.
એકાદશી પર દાન કરવાની પરંપરા પણ છે. માટે આ ષટતિલા એકાદશી પર તલનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનવીને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ પછી સ્વર્ગ પણ મળે છે.
ષટતિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત
- Advertisement -
પંચાંગ અનુસાર (ઉત્તર ભારત મુજબ) માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 24 જાન્યુઆરી 2025ની સાંજે 7:25 એ થશે અને 25 જાન્યુઆરી રાતે 8:31 પર સમાપ્ત થશે. એટલે ઉદય તિથી અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે.
એકાદશીના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન
એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે, તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો.
એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો અને તેને પાણી ન ચઢાવો.
એકાદશીના દિવસે દલીલ ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો તમારા મનમાં ન આવવા દો.
એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી દૂર રહો.
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.