SOGએ 7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
ગીર સોમનાથ એસઓજીના ઇન્ચાર્જ પો.ઇન્સ. એન. બી. ચૌહાણ, પો.સબ ઇન્સ. એન. એ. વાઘેલાના માર્ગદર્શનમાં એએસઆઇ. ઇબ્રાહીમશા બાનવા, હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી, પો.કોન્સ. રણજીતસિંહ ચાવડાએ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઉના વડલા પોલીસ ચોકીની સામે, પટેલની વાડીમાંથી ઈમ્તિયાઝ ઉર્ફે અલ્તાફ નીજામ સરવદી મુળ રાજકોટનો હાલ ઉના તેમજ મુકેશ ઉર્ફે મોટો મનુ મકવાણા રહે. ઉનાને રાત્રીના સમયે જુદા જુદા વખતે ચોરી કરેલ ફોરવ્હીલના અલગ અલગ સ્પેરપાર્ટસ સાથે પકડી પાડી રૂપિયા 7.15 લાખના ફોરવ્હીલનો ગેર બોક્ષ, ગેર એક્ષલ, ચેઇન કમ્પો, એ.સી. કમ્પ્રેસર, એંજીન સ્પેરપાર્ટસ, અન્ય ફોરવ્હીલના નાના મોટા સ્પેરપાર્ટ, મોબાઇલ ફોન સહિત રૂપિયા 7.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વધુ તપાસ માટે ઉના પોલીસને સોંપેલ હતા.
- Advertisement -
આરોપી સામે અગાઉ પણ પોલીસ ચોપડે 3 ગુના
ચોરીનાં મુદામાલ સાથે પકડાયેલ ઇમ્તીયાજ ઉર્ફે અલ્તાફ નીજામભાઇ સરવદી સામે આજીડેમ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા અગાઉ નોંધાયા છે તેમજ મુકેશ ઉર્ફે મોટો મનુભાઇ મકવાણા સામે એક પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયેલ છે.