ઘર ભંગાવી નાખવાની ધમકી આપી યુવતીનું અપહરણ કરી જુનાગઢ લઈ જવાઈ
રાજકોટ સિવિલમાં ખસેડાયા બાદ ચોરડીના નવ શખ્સો સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર ડીવાયએસપી કચેરી સામે ચોરડીની યુવતીએ પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાના આક્ષેપ સાથે ગઇકાલે ઝેરી દવા પી લીધી હતી ત્યાર બાદ 28 વર્ષીય યુવતીએ 9 આરોપીઓ સામે ગેંગ રેપનો ગુનો વિરપુર પોલીસ મથકમાં નોંધાવ્યો છે ઝેરી દવા પીધા બાદ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભીંસ વધતા પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી.
- Advertisement -
ગોંડલ તાલુકાના ચોરડીમાં વાવડીના વીડોમાં રહેતા વલ્લભાઇ જાદવ ધોળકીયા, ગીતાબેનનો જમાઇ, કિશોર કેશુ ધોળકીયા, અમિત ધોળકીયા, પરેશ ધીરૂ ચૌહાણ, સંદીપ, ગીતાબેન, ગીતાબેનનો પુત્ર, ગીતાબેનની પુત્રી સહિત નવ સામે બીએનએસની કલમ 140(4), 115(2), 351(1,2,3) 64(1) અને 54 મુજબ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયુ છે કે, વલ્લભ ઉપરાંત એક મહીલા સહિત સાત શખ્સોએ તા. 20/12/24 નાં મારૂ ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારૂ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવ્યા હતા અને છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગઈ હતી પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવડાવતા હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડી હતી. જોકે યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ છે. તેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.