‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી હવે નિર્માતા વિવેક અગ્નિહોત્રી વધુ એક ધમાકેદાર કન્સેપ્ટ વાળી ફિલ્મ સાથે દર્શકો સામે હાજર છે. આ ફિલ્મની નામ છે ‘ ધ દિલ્લી ફાઇલ્સ’. આ ફિલ્મનું ટીઝર ગઇકાલે 26 જાન્યુઆરીએ રીલીઝ થયું છે ત્યારે ચાલો જાણીએ શું છે સ્ટોરી આ ફિલ્મની.
મેઈન સ્ટ્રીમ સિનેમાથી હટીને સત્ય ઘટના આધારિત ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી હવે અન્ય એક નરસંહારની કહાની સાથે તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ધ દિલ્લી ફાઇલ્સ:બંગાળ ચેપ્ટર’નું ટીઝર રીલીઝ કર્યું છે જેમાં તે બંગાળની સૌથી મોટી વાર્તાને મોટા પડદે રજૂ . આ ટીઝરના રીલીઝ સાથે ફેન્સમાં આતુરતા વધી છે. ત્યારે તમે જોઈ લો ફિલ્મની એક ઝલક.
- Advertisement -
મિથુન કરશે વાર્તા નેરેટ
‘ધ દિલ્હી ફાઇલ્સ: ધ બંગાળ ચેપ્ટર’નું ટીઝર ખૂબ જન ઇન્ટેનસ છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ટીઝર પણ તેની સાથે શરૂ થાય છે. મિથુનને ખૂબ જ વૃદ્ધ અને હેરાન બતાવવામાં આવ્યો છે. જાણે દિલ્હીમાં બની રહેલી ઘટનાઓથી તે દુઃખી થયો હોય. મિથુન ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખે છે. તે જ્યાં આખરે અટકે છે, ત્યાં દિવાલ પર એક મહિલાનો ફોટો છે જેણે ત્રિરંગો પકડ્યો છે. બીજી દિવાલ પર એક માણસ છે જેના વિચારો સોશિયલ મીડિયાની દુનિયામાં કેદ થયેલા છે.
- Advertisement -
શું છે બંગાળ નરસંહારની હકીકત?
મિથુનનું કેરેક્ટર અને નેરેશન ચાહકોને પસંદ આવી રહ્યું છે. યુઝર્સે આને આ વર્ષની મચ-અવેટેડ ફિલ્મ ગણાવી છે. આ ફિલ્મની વાર્તા 1946ના ધ ગ્રેટ કલકત્તા કિલિંગ પર આધારિત હોવાનું કહેવાય છે, જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ રમખાણોમાં લગભગ 5000 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. સેંકડો લોકો ઘાયલ થયાના અહેવાલ છે. થોડા દિવસો પહેલા જ, વિવેક અગ્નિહોત્રીએ એક પોસ્ટ શેર કરી હતી અને આ ઘટનાની વિગતો પર પ્રકાશ પાડ્યો હતો. વિવેકે એક અખબાર હાથમાં પકડીને એક ફોટો શેર કર્યો હતો, જેની હેડલાઇન હતી – “5000 માર્યા ગયા, ઘણા ઘાયલ.” કેપ્શનમાં એમ પણ લખ્યું હતું કે, “મુસ્લિમ લીગે હિન્દુ વિસ્તારોમાં પાણીની પાઈપો કાપી નાખી અને રેશનની દુકાનો બાળી નાખી જેથી જે હિન્દુઓને તેઓ મારી ન શક્યા તેઓ ભૂખ અને તરસથી મરી જાય. – ડાયરેક્ટ એક્શન ડે, કલકત્તા 1946”
“JKLF એ કાશ્મીરમાં હિન્દુ પરિવારોને પાણી પુરવઠો કાપી નાખ્યો… હિન્દુઓ માટે બનાવાયેલ સરકારી રાશન મુસ્લિમ મહિલાઓ દ્વારા ચોરીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું, 1990 કાશ્મીર.” આ હેડલાઇન્સ બંગાળમાં હિન્દુ નરસંહારનો ઉલ્લેખ કરે છે. #ધ દિલ્હી ફાઇલ્સ”
આ ફિલ્મમાં મિથુન ઉપરાંત અનુપમ ખેર, પલ્લવી જોશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થશે.