જાગૃત નાગરિકે પ્રાંત અધિકારીને કરી ફરિયાદ
કાનૂની દૃષ્ટિએ જે જમીન બિનખેતી કરવી શક્ય જ નથી- એવી જમીનમાં સરકારી તંત્રની શેહ-શરમ કે ડર વગર ઈન્સ્ટોલ કરી દેવાઈ પવનચક્કી
- Advertisement -
ફરિયાદીએ ગૃહ સચિવ, કલેકટર, મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પણ મોકલી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અયાના પાવર તથા ઑપેરા એનર્જી તથા ખેડૂત પથુ બસીયા દ્વારા અમરેલીના ગેરકાયદે પવનચક્કી ઉભી કરાઈ છે આ ઉપરાંત કરીયાણા ગામે અયાના પાવર અને કોન્ટ્રાક્ટ એજન્સી ઑનિક્સ પાવર દ્વારા પણ ગેરકાયદે પવનચક્કી ઉભી કરાઈ હોવાનું જાણમાં આવ્યું છે. આ અંગે ભગીરથસિંહ બસિયાએ ગ્રીન એનર્જીના નામે સરકારી કાયદાનું ચિરહરણ કરતી પ્રાઈવેટ કંપની વિશે પ્રાંત અધિકારી લાઠી અમરેલીને અરજી કરી છે. આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે, કરીયાણા ગામે અયાના પાવર અને કોન્ટ્રાક્ટ એજન્સી ઑનિક્સ પાવર દ્વારા પ્રાઈવેટ માલિકીની જમીન ગામ-કરીયાણા તા-બાબરા સર્વે નં. 173ની જમીન પર બિનખેતી કર્યા વગર જ પવનચક્કી ખડકી દેવામાં આવી છે. આ જમીનના માલિક મેહતા પરિવાર ખેડૂત ખાતેદાર ન હોવાથી પ્રાંત કચેરીમાં દાવો ચાલતો હોય, આ દાવાનું જમન/વશી/244/24 તા. 7/2/2024થી ચાલે છે જે ચાલતો હોવાથી આ જમીનને લગતા ફેરફાર કરવા કાયદાકીય રીતે અસંભવ છે. પંરતુ આ જમીનમાથી અયાના પાવરએ મહેતા પરિવાર પાસેથી તા. 13-3-2024ના રોજ રજી. ભાડા કરાર કરીને દસ્તાવેજ નં. 406 હેઠળ કંપનીએ કરીને પવનચક્કી ઉભી કરી છે. જેથી સરકારી તંત્રએ કોઈપણ મંજુરી આપેલ નથી અને આપેલ હોઈ તો બિનખેતી વગર કોમર્શિયલ હેતુ માટે ખેતીની જમીનનો ઉપયોગ કોના કહેવાથી થાય છે?
- Advertisement -
આ બાબતમાં સંડોવાયેલા તમામ પક્ષો જેમ કે તલાટી મંત્રી, સરપંચ, મામલતદાર, પ્રાંત, અયાના પાવર, ઑનિક્સ પાવર વગેરે બધા કાનુન ભંગ કરનાર દોષિતોને યોગ્ય સજા કરવા તથા આવા કૃત્યથી થતાં નુકશાન અંગે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. આવા સમાજ અને ખેડૂતોને આથી ખુલ્લા પાડવા કલેક્ટર તથા ગૃહ સચિવ તથા મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીને અરજી કરીને યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની અરજી કરી છે.
બિનખેતી વિના ખેતીની જમીન પર પવનચક્કી ખડકાઈ ગઈ
અયાના પાવર અને કોન્ટ્રાક્ટ એજન્સી ઑનિક્સ પાવર દ્વારા કરીયાણા ગામે બિનખેતી વિના બિનખેતીની જમીન પર પવનચક્કી ખડકી દેવામાં આવી છે. જે અંગે પવનચક્કીની કોન્ટ્રાક્ટ એજન્સી અને કંપનીએ જમીન બિનખેતી કર્યા બાદ પવનચક્કી ઉભી કરી હોવાના કોઈ પુરાવા હજુ સુધી રજૂ કરાયા નથી ત્યારે આ અંગે તંત્ર શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.