માતા સરસ્વતીની ઉપાસનાનો દિવસ એટલે વસંત પંચમી આ વખતે 2 ફેબ્રુઆરી, રવિવારના રોજ છે. આ વખતે વસંત પંચમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે મહાકુંભનું ચોથું શાહી સ્નાન થવાનું છે. એવામાં વસંત પંચમીનું મહત્ત્વ વધુ વધી ગયું છે જેના કારણે આ દિવસે દરેક કાર્યમાં સફળતા મળશે.
મહાકુંભમાં અમૃત સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, જે કોઈ મહાકુંભમાં અમૃત સ્નાન કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને ભક્તો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પહોંચ્યા છે. સાધુ-સંતોની સાથે જ ભક્તો પણ અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. આ વખતે, વસંત પંચમી અને મહાકુંભના અદ્ભુત અને દુર્લભ સંયોગમાં, મહાકુંભનું ચોથું અમૃત સ્નાન થશે, જે આ વખતે વસંત પંચમીને ખૂબ જ ખાસ બનાવી રહ્યું છે. વસંત પંચમી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. ત્યારે ચાલો જાણીએ વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન માટે કયો શુભ સમય છે?
- Advertisement -
વસંત પંચમીની તિથિ
પંચાંગ મુજબ, વસંત પંચમીનો તહેવાર માઘ (મહા) મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, આ વખતે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ સવારે 9:16 વાગ્યે શરૂ થશે. આ તિથિ 3 ફેબ્રુઆરીએ સવારે 6.54 વાગ્યે પૂરી થશે. એવામાં ઉદયતિથિ અનુસાર, વસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવશે.
વસંત પંચમી શુભ યોગ
- Advertisement -
આ વખતે વસંત પંચમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે 144 વર્ષ પછી આ બધા યોગ એકસાથે બનવા જઈ રહ્યા છે જેમાં શિવયોગ, સિદ્ધ સાધ્ય યોગ અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે.
વસંત પંચમી પર અમૃત સ્નાન માટે શુભ મુહૂર્ત
જો કે વસંત પંચમીનું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ થશે. આ દિવસે સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:23 થી 6:16 સુધી રહેશે. આ શુભ સમયમાં અમૃત સ્નાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. મહાકુંભમાં અમૃત સ્નાન કરવું ખૂબ જ પવિત્ર અને પુણ્ય આપનાર માનવામાં આવે છે. અમૃત સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે.
વસંત પંચમી પૂજા સમય
વસંત પંચમીની પૂજા 2 ફેબ્રુઆરીએ સવારે 7:09 વાગ્યાથી મોડી રાત સુધી થશે. આ ઉપરાંત, સવારે 9:14 વાગ્યાથી શિવયોગ પણ રચાઈ રહ્યો છે. ઉપરાંત, ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને રેવતી નક્ષત્રમાં વસંત પંચમીની પૂજા કરી શકાય છે.
વસંત પંચમીના દિવસે, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન, સાધુ સંતો સ્નાન કર્યા પછી, શરીરને કિનારાથી દૂર શુદ્ધ કરી લો. આને મલાપકર્ષણ સ્નાન કહેવામાં આવે છે.
આ પછી, નદીના પાણીમાં ઘૂંટણ સુધી ઊતરો, હાથમાં જળ લઈને સંકલ્પ કરો.
સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરો – गंगे च यमुने चैव गोदावरी सरस्वति। नर्मदे सिन्धु कावेरी जलऽस्मिन्सन्निधिं कुरु
હવે સૂર્ય તરફ મોં રાખીને 5 વાર ડૂબકી લગાવો. પછી તે જ જગ્યાએ ઊભા રહીને જળથી તર્પણ કરો અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરો.
આ પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પંચદેવોની પૂજા કરો અને જરૂરિયાતમંદોને દાન કરો.