રોહિત-વિરાટ પર સૌની નજર
હાલમાં રમાયેલા રણજી ટ્રોફીમાં પણ વિરાટ કોહલી મોટો સ્કોર બનાવી શક્યો ન હતો
ખાસ-ખબર ન્યૂઝનવી દિલ્હી, તા.5
- Advertisement -
પાંચ મેચની T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યા બાદ, ટીમ ઇન્ડિયા હવે ઘઉઈં શ્રેણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. પહેલી વનડે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. નાગપુરમાં ભારતીય ખેલાડીઓએ નેટમાં ખૂબ પરસેવો પાડ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેનોએ શાનદાર શોટ્સ રમ્યા. તે જ સમયે, કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ પણ મેદાન પર તેમના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યા.
2024નું વર્ષ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે શાનદાર રહ્યું નથી. ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં બંનેએ ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, બંને પોતાની લય પાછી મેળવવા માંગશે. બંનેએ નેટમાં સારી એવી પ્રેક્ટિસ પણ કરી હતી. હાલમાં રમાયેલા રણજી ટ્રોફીમાં પણ વિરાટ મોટો સ્કોર બનાવી શક્યો ન હતો.
જો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન આવી જ રહેશે, તો બે ખેલાડીઓ ODIમાં ડેબ્યૂ કરશે. એક હર્ષિત રાણા અને બીજા વરુણ ચક્રવર્તી. બંનેએ હજુ સુધી કોઈ વનડે રમી નથી. હર્ષિતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ઇંગ્લેન્ડ સામેની ઝ20 શ્રેણીમાં ઝ20 ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વરુણ ફક્ત ઝ20ઈં રમ્યો છે. આ ફોર્મેટમાં તેમનું ડેબ્યૂ 2021 માં થયું હતું. પરંતુ હવે વરુણ અને હર્ષિતને પણ ઘઉઈં કેપ મળી શકે છે.
પ્રથમ વનડે માટે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત/કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ/વરુણ ચક્રવર્તી.
- Advertisement -
વરૂણ ચક્રવર્તીનો ભારતની વન-ડે ટીમમાં સમાવેશ
નાગપુરમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી; હાલમાં જ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયાની વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. તેણે નાગપુરમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરી. ટીમ 6 ફેબ્રુઆરીએ અહીં ઇંગ્લેન્ડ સામે પહેલી વન-ડે રમશે. વરુણને કયા ખેલાડીના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી.
2 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલી ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વરુણ પ્લેયર ઓફ ધ સિરીઝ હતો. તેણે 5 મેચમાં 14 વિકેટ લીધી. વરુણ સામે ઇંગ્લેન્ડના મોટાભાગના બેટર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરુણે હજુ સુધી વન-ડે ડેબ્યૂ કર્યું નથી મુંબઈમાં ઝ-20 શ્રેણી સમાપ્ત થયા પછી, ભારતની ઘઉઈં ટીમ નાગપુર પહોંચી. વરુણ ઘઉઈં ટીમનો ભાગ નહોતો, છતાં તેણે નાગપુરમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી. તેણે હજુ સુધી ઘઉઈંમાં ડેબ્યૂ કર્યું નથી અને તેને પહેલીવાર ઘઉઈં ટીમમાં સામેલ કર્યો છે. વરુણે તેની ડોમેસ્ટિક લિસ્ટ-અ કારકિર્દીમાં 23 મેચ રમી હતી. વિજય હજારે ટ્રોફીની છેલ્લી સિઝનમાં તેણે તમિલનાડુ માટે 6 મેચમાં 18 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વરુણની હાજરીથી ભારતનો સ્પિન વિભાગ વધુ મજબૂત બની રહ્યો છે. ટીમમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરનો પણ સમાવેશ છે.
સૂર્યકુમાર રણજી ટ્રોફીમાં રમશે
8 ફેબ્રુઆરીએ હરિયાણા સામે મુંબઈની ક્વાર્ટર ફાઈનલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફી 2024-25 ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમશે. તેમના ઉપરાંત શિવમ દુબે પણ રમતા જોવા મળશે. બંને ખેલાડીઓને ક્વાર્ટર ફાઇનલ મેચ માટે મુંબઈની 18 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે. બંનેએ ટુર્નામેન્ટની આ સિઝનમાં એક-એક મેચ રમી છે. 42 વખતની ચેમ્પિયન મુંબઈ ક્વાર્ટર ફાઇનલમાં હરિયાણા સામે ટકરાશે.
આ મેચ 8 ફેબ્રુઆરીથી લાહલીના ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. દરમિયાન, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ અને રિષભ પંત પણ આ સિઝનમાં રણજી ટ્રોફી રમ્યા હતા.