ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં છેલ્લા બે ત્રણ દિવસથી પવનની ગતિ વધી છે.અને 12 કિમિ ઝડપે પવન ફુકાય રહ્યો છે.ત્યારે ગિરનાર પર્વત પર 50 કિમિ આસપાસ પવન ફુંકાતા ગઈકાલ પણ રોપ-વે બંધ હતો અને આજે પણ ભારે પવનના કારણે અને યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે. શહેરમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.છેલ્લા બે – ત્રણ દિવસથી પવનની ગતિ વધી છે.તેની સાથે ઠંડીનું જોર વધ્યું છે.સવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાતા ફરી ફૂલ ગુલાબી ઠંડીનો એહસાસ લોકોએ અનુભવ્યો હતો.અને ભેજનું પ્રમાણ 75 ટકા આસપાસ જોવા મળ્યું હતું આમ બે ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ફરી ફૂલ ગુલાબી ઠંડી સાથે પવન ફુંકાતા લોકોએ ઠંડીનો એહસાસ કર્યો છે.
ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે બે દિવસથી બંધ, જૂનાગઢમાં ફરી ઠંડીનો ચમકારો
