ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા ભાજપે એક સાથે પાંચ બેઠક પર બિનહરીફ જીત મેળવી
ઉપલેટા વોર્ડ નંબર 6 સંપૂર્ણ બિનહરીફ વિજેતા, જ્યારે વોર્ડ 3માં એક પછાત મહિલા ઉમેદવાર પણ
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે જેમાં કુલ 09 જેટલા વોર્ડમાં 36 ઉમેદવારો માટે આગામી દિવસોની અંદર મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણી માટે કુલ 112 જેટલા ઉમેદવારી ફોર્મ 111 ઉમેદવારોના રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇએમ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, એઆઈએમઆઈએમ તેમજ અપક્ષ મળી કુલ 112 જેટલા ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ 87 ઉમેદવારો વચ્ચે આગામી ચૂંટણી માટે મતદાન થશે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા વોર્ડ નંબર 06 માં સંપૂર્ણ બિનહરીફ વિજેતાની પેનલ મેળવી લીધી છે જ્યારે અન્ય એક વોર્ડ નંબર 03 માં એક મહિલા અનામતની બેઠક બિનહરીફ વિજેતા મળતા ભાજપે ચૂંટણી માટેના મતદાન પહેલા ખાતું ખોલી પાંચ બેઠકો મેળવી લીધું હોવાનું સામે આવ્યું છે.
ઉપલેટા નગરપાલિકા વિસ્તારના 09 જેટલા વોર્ડ માટે કુલ 112 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં આ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે આ ચકાસણીની અંદર કુલ 105 જેટલા ઉમેદવારી ફોર્મને માન્યતા આપવામાં આવી હતી જ્યારે 07 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જેમાં આ ઉમેદવારી નોંધાયા બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 13 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે જેને લઈને ભાજપને ચૂંટણી માટેના મતદાન પહેલા પાંચ જેટલી બેઠકો બિનહરીફ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો દ્વારા પીછે હેટ કરવામાં આવતા મતદારો પણ ક્યાંક નારઝ હોઇ તેવી પણ બાબત સામે આવી છે.
ઉપલેટા નગરપાલિકાની વોર્ડ નંબર 03 ની એક મહિલા પછાતની બેઠક બિનહરીફ મળી છે જ્યારે વોર્ડ નંબર 06 ની તમામ ચારે બેઠકો બિનહરી ભાજપને મળી જતા ભાજપમાં ચૂંટણી પહેલા ભાજપનો ભગવો લહેરાઈ જતાં વિજેતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં હવે વોર્ડ નંબર 06 ને બાદ કરતા તમામ બેઠકો ઉપર 16 ફેબ્રુઆરી 2025 ના રોજ મતદાન થશે ત્યારે આ મતદાનને લઈને ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવાનું પણ શરૂ થશે ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 03 માંથી ભાજપના ઉમેદવાર દિવ્યાબેન મહેશભાઇ સુવા બિનહરીફ વિજેતા જાહેર થયા છે જ્યારે વોર્ડ 06 માંથી લાખીબેન મનોજભાઇ નંદાણીયા, શાંતિબેન કેશુરભાઈ કરંગિયા, દિપક નારણભાઈ સુવા, નિમિતકુમાર રમેશલાલ પાનસરા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.