છેલ્લાં પાંચ મહિના દરમિયાન, ભારતીય ટીમે ટી-20માં 200થી વધુ રન બનાવ્યાં : સૌથી વધુ 297નો સ્કોર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરએ જણાવ્યું હતું કે, ટીમ વધુ જોખમ લઈને અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાનું વલણ જાળવશે. ટીમે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 250 થી વધુ રન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.પુણેમાં ચોથી મેચમાં વિકેટ ગુમાવ્યાં હોવા છતાં ભારતે પોતાનું આક્રમક વલણ રાખ્યું હતું અને અંતે નવ વિકેટ માટે 181 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.ગંભીરે કહ્યું કે, ’અમે તે જ રીતે ટી-20 ક્રિકેટમાં રમવા માંગીએ છીએ. આપણે હારથી ડરવા માંગતાં નથી. અમે ઉચ્ચ જોખમ સાથે રમવા માંગીએ છીએ. અમારા ખેલાડીઓએ આ વલણને સારી રીતે અપનાવ્યું છે. ભારતીય કોચે કહ્યું કે, તેમનો ધ્યેય નિયમિતપણે ટી-20 ક્રિકેટમાં 250 જેટલો મોટો સ્કોર કરવાનો છે, પછી ભલે ટીમને આ પ્રયત્નોમાં નુકસાન સહન કરવું પડે. ગંભીરે કહ્યું કે ’અમે નિયમિતપણે 250-260 ના સ્કોર સુધી પહોંચવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. આવું કરવાના પ્રયાસમાં કેટલીક મેચ પણ થશે. જ્યાં ટીમ 120-130 પર આઉટ થશે. ગંભીરે કહ્યું કે ટી-20 ક્રિકેટમાં જ્યાં સુધી વધુ જોખમી ક્રિકેટ રમવામાં ન આવે ત્યાં સુધી યોગ્ય સફળતા મળતી નથી. તેમણે કહ્યું કે ટીમ સાચાં માર્ગ પર આગળ વધી રહી છે.