અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે નરસિંહ મેહતા યુનિવર્સિટીની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે મુલાકાત લઇ લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને પ્રાઘ્યાપકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ઇકો સિસ્ટમના કાર્ય માટે વંશીય વિવિધતા જરૂરી છે, જૈવ વિવિધતા વિના માનવ જીવન અશકય છે.
- Advertisement -
કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.એન્થોની જે જીયોર્દાનોએ નરસિંહ મહેતા યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી ને લાઇફ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ, શોધ સ્કલોર્સ ને અઘ્યાપકો સાથે વાત કરતા તેઓે જણાવ્યુ હતુ કે, જૈવ વિવિધતા ે સજીવ વચ્ચે જોવા મળતી વિવિધતા છે. પ્રજાપતિઓઅને તેના ઇકો સિસ્ટમસ વચ્ચેની ત્રણ જાતોની જૈવ સિસ્ટમસ વચ્ચેની ત્રણ જાતોની જૈવ વિવિધતામાં આનુવંશીક, વંશીય અને ઇકો સિસ્ટમ વિવિધતા મહત્વની છે. જેમાં પ્રજાતિઓ રહે છે ઇકો લોજીકલ વિવિધતા પૃથ્વી પર જોવા મળતી વિવિધતા બાયો ભૌગોલિક પ્રદેશ જેવા કે તળાવ, રણ, રસ્તા વિગેરેમાં પ્રતિબિબિંત થાય છે. જૈવ વિવિધતાનું માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે. પૃથ્વી પર માનવ જીવન જૈવ વિવિધતા વગર અશકય છે. ડો. એન્થોનીએ ભારતમાં સિંહ સંવર્ધન અને સાંસ્કૃતિમાં પ્રકૃતિ, પ્રાણી, વનસ્પતિના અદકેરા સ્થાનની સરાહના કરી હતી.