ખાસ-ખબર સંવાદદાતા
વંથલી પીએસઆઇએ અસભ્ય વર્તન કરતા વંથલી બાર એસોસીએશન દ્વારા રોશ સાથે વંથલી નાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાડેજાને લેખિત આવેદન પત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વંથલીનાં વરિષ્ઠ વકીલ અને બાર એસોસિએશનના પ્રમુખ સાપરા રજૂઆત કરવા પોલીસ મથકે જતા ફરજ પરના પીએસઆઇ વાય.બી.રાણાએ અપમાનજનક અશોભનીય વર્તન કરતા વંથલી બાર એસોસિએશનના તમામ સદસ્યો ત્વરિત એકત્રિત થઈ સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પોલીસ મથકે પહોચતા પી.એસ.આઇ રાણા મળી શક્યા નહિ અને ફરજ પરના સ્ટાફ દ્વારા ફોન ઉપર માહિતી આપી હોવા છતાં વકીલોને મળવાની તસ્દી ન લેતા વકીલો રોષે ભરાયાં હતાં અને વંથલી પી.એસ.આઇ રાણા વિરુદ્ધ ઠરાવ પસાર કરી વંથલી નાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાડેજાને લેખિત મોખિક ધારદાર રજૂઆત કરી હતી આ બાબતે વંથલી પીએસઆઇ રાણા જણાવ્યું હતું કે ધણફુલિયા ગામમાં જુગારમાં રેઇડમાં એક વ્યક્તિનું નામ પાછળથી ખુલ્યું હતું એટલે તેને બોલાવ્યા હતા.બાકી વકીલ સાથે અસભ્ય વર્તનના આક્ષેપ તથ્યહીન છે.