ભગવતીપરામાં રહેતા પરિણિત યુવકના પુત્રએ યુવતીને પાટું મારી તળાવમાં ફેંકી દીધી હતી
અમરેલી પંથકની યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખી સગીરને ઝડપી લેતી એલસીબી
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
ગોંડલ વેરી તળાવમાંથી મૃત મળેલી યુવતીની હત્યા કરાઈ હોવાનો ધડાકો થયો છે. 30 જાન્યુઆરીના રોજ મૃતદેહ મળ્યો હતો જેમાં પ્રથમ આત્મહત્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરતાં મૃતક મૂળ બગસરાની પણ હાલ ગોંડલમાં રહેતી દીપા જેન્તી સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું જે પછી તેણી ભગવતીપરામાં પરણિત યુવક સાથે રહેતી હોય આ યુવકના સગીર પુત્રને આ અફેરની જાણ થતાં એક્ટીવામાં બેસાડી ગોંડલ લઈ જઈ પાટુ મારી તળાવમાં પાડી દઈ હત્યા નિપજવી હોવાનું ખૂલતાં એલસીબીએ સગીરને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગોંડલના વેરી તળાવમાંથી ચાર દિવસ પૂર્વે યુવતીની કોહવાયેલી લાશ મળી આવતા પોલીસે પ્રથમ આત્મહત્યાની શંકા દર્શાવી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોત અંગે નોંધ કરી પીએમ કરાવી મૃતકની ઓડખ મેળવવા તજવીજ હાથ ધરી હતી એસપી હિમકરસિહની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટીમે સઘન તપાસ શરૂ કરતાં મૃતક મૂળ અમરેલી પંથકની દીપા જેન્તીભાઈ સોલંકી ઉ.30 હોવાનું અને 8 વર્ષ પૂર્વે રાજકોટના જગદીશ સોલંકી સાથે રહેતી હતી
- Advertisement -
તેની સાથે અણબનાવ બન્યા બાદ એકાદ વર્ષ પૂર્વે મૂળ નિકાવાના અને હાલ ગોંડલના ભગવતપરામાં રહેતા અને રિક્ષા હંકારી કલરકામની મજૂરી કરતાં હબીબશા હુશેનશા શાહમદાર સાથે પરિચય થતાં તેની સાથે પત્ની તરીકે રહેતી હતી જેથી હબીબશા અને તેના સગીર પુત્રને રૂબરૂ બોલાવી પૂછતાછ કરતાં હબીબશાની પત્ની રૂકશાનાબેનને પંદર વર્ષથી પતિ સાથે ભળતું ન હોય જેથી તેણી ત્રણ સંતાનો સાથે પતિથી અલગ રહેતી હતી આ વચ્ચે પિતાના અફેર અંગે સગીર પુત્રને જાણ થઈ જતાં આ પ્રેમ સંબંધ નહીં ગમતા પંદર દિવસ પૂર્વે દિપાબેન સોલંકીને પોતાના એક્ટીવામાં બેસાડી ગોંડલ લઈ જઈ વેરી તળાવ પાસે ઝઘડો કરી પાટુ મારી તેણીને તળાવમાં ફેકી દીધી હતી જેથી તરફડિયાં મારી પાણીમાં ડૂબી જતાં તેણીનું મોત નીપજ્યું હતું સગીરે આપેલી કબૂલાત આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી સગીરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.